કચ્છ : કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ(Mission Indradhanush in Kutch) હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રૂટીન રસીકરણથી વંચિત રહી ગયેલા તેમજ અધુરી રસી મુકાવી હોય તેવા બાળકો (Vaccination of Children in Kutch) તેમજ રસીથી વંચિત રહેલા સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર તેમજ નક્કી કરેલ રસીકરણ કેન્દ્ર પર યોજાનાર છે.
રસીકરણથી વંચિત રહેલા બે વર્ષની ઉંમર સુધીના બાળકોને રસી આપવામાં આવશે
મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ (Kutch Health Department) દ્વારા ઘરે-ઘરે સર્વે કરી બે વર્ષની ઉંમર સુધીના રસીકરણથી વંચિત રહેલા અથવા અધુરી રસીઓ મુકેલી હોય તેવા તમામ બાળકોના સર્વે કરી રસીકરણની કામગીરી કરવામાં આવશે. તેમજ બાળકના માતા-પિતાને સંપૂર્ણ રસીકરણ કરાવવા, સગર્ભા માતાઓને ધનુર વિરોધી રસીના બે ડોઝ સહિતની સંપૂર્ણ રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણથી બાળ મૃત્યુ તેમજ બાળકોને પોલિયો, જન્મજાત ટી.બી., ડીપ્થેરીયા, મોટી ઉધરસ જેવા ઘાતક રોગોના ભોગ બનતા અટકાવી શકાય છે. જે અંગે પણ આરોગ્ય વિભાગ દ્વારા સમજણ આપવામાં આવશે..
પરપ્રાંતી તેમજ મજુરોના બાળકોને પણ આવરી લેવામાં આવશે: આરોગ્ય અધિકારી
અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે ETV ભારત જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં જિલ્લાના શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તાર, ઝુપડપટ્ટી, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તેમજ કન્સ્ટ્રકશન સાઈટ, દુર્ગમ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતના તેમજ મજુરોના બાળકોને પણ આવરી લેવામાં આવશે. કચ્છ જિલ્લાના તમામ નાગરીકોને રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા માતાઓને મિશન ઇન્દ્રધનુષ (Vaccination of Pregnant Women in Kutch) અંતર્ગત રસીકરણ કરાવે તે માટે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે.
10 તાલુકાના 196 બાળકો અને 80 સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવશે
કચ્છ જિલ્લામાં આ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં કુલ 10 તાલુકામાં કુલ 196 બાળકો કે જે બે વર્ષની ઉંમર સુધીના છે. અને રસીકરણથી વંચિત રહી ગયા હોય અથવા તો અધુરી રસીઓ મુકેલી હોય તેનું રસીકરણ કરવામાં આવશે. તો કુલ 80 જેટલી સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવશે. કચ્છ જિલ્લામાં રસીકરણથી વંચિત (Deprived of Vaccination in Kutch) રહી ગયા હોય તેવા બાળકો અને સગર્ભા મહિલાઓ માટે કુલ 52 જેટલા સેશનનું પ્રથમ રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Vax Drive in India: અત્યાર સુધી કોરોના સંક્રમિત ન થયા હોય તેવા લોકોને પહેલા રસી આપોઃ AIIMS પ્રોફેસર
રસીકરણના કુલ 52 સેશનનું પ્રથમ રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું
મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ (Mission Indradhanush Program) અંતર્ગત શહેરી વિસ્તારમાં 46 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 150 જેટલા બાળકોને રસી આપવામાં આવશે. તો શહેરી વિસ્તારમાં 19 જેટલી સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવશે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 61 જેટલી સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં (Vaccination in Rural Areas of Kutch) રસીકરણના 34 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તો શહેરી વિસ્તારમાં 18 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
રસીકરણ માટે તાલુકા મુજબ બાળકો અને સગર્ભા મહિલાઓ
જો તાલુકા પ્રમાણે આ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમની વાત કરવામાં આવે તો, અબડાસા તાલુકામાં 9 બાળકો અને 1 સગર્ભા મહિલાને, અંજાર તાલુકામાં 74 બાળકો અને 46 સગર્ભા મહિલાઓને, ભચાઉ તાલુકામાં 25 બાળકો અને 1 મહિલા, ભુજ તાલુકામાં 21 બાળકો અને 17 સગર્ભા મહિલાઓને, ગાંધીધામ તાલુકામાં 3 બાળકોને, માંડવી તાલુકામાં 12 બાળકોને, મુન્દ્રા તાલુકામાં 12 બાળકો અને 3 સગર્ભા મહિલાઓને, નખત્રાણા તાલુકામાં 17 બાળકો અને 3 સગર્ભા મહિલાઓ તેમજ રાપર તાલુકામાં 23 બાળકો અને 9 સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવશે.