- અનાથ બાળાઓએ સ્થાપ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
- 22 જેટલી બાળાઓએ 30 મિનિટ સુધી કર્યુ નૃત્ય
- બે મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી હતી
કચ્છ: આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં દીપ પ્રાગટ્ય વડે શરૂ થયેલા કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માટેના જ્યુરીની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ અનાથાશ્રમની 22 જેટલી બાળાઓએ 30 મિનિટ સુધી નૃત્ય કરીને આ રેકોર્ડ સ્થાપ્યો હતો. કચ્છમાં કોઈ કિશોરી, યુવતી કે મહિલાને પરેશાની બાદ અથવા તે અનાથ હોય ત્યારે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એમને આશરો આપવામાં આવતો હોય છે. ત્યારે અહીં રહીને પણ પોતાનામાં રહેલી ટેલેન્ટને આજે આગવી રીતે બહાર લાવીને કચ્છ ગુજરાત નહીં પરંતુ ભારતનું પણ નામ રોશન કર્યું હતું.
આ પણ વાંચો: પાલનપુરમાં આત્મનિર્ભર મહિલાઓનું કરાયું સન્માન
કોઈ પણ યુવતી પ્રોફેશનલ ડાન્સર નથી
આ વર્લ્ડ રેકોર્ડ માટે કોરિયોગ્રાફરનું કામ કરતા યેશા ઠકકરે સતત બે મહિનાથી આ કલ્યાણ કેન્દ્રની યુવતીઓને નૃત્યની ટ્રેનિંગ આપીને આ રેકોર્ડ માટે તૈયારી કરાવી હતી અને આ 22માંથી કોઈ પણ યુવતીને નૃત્ય આવડતું નહોતું. કોઈ પણ યુવતી પ્રોફેશનલ ડાન્સર પણ નથી. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની બાળાઓ અને યુવતીઓએ કચ્છનું નામ રોશન કરી અને દુનિયા સુધી પોતાની ઓળખ બનાવી છે.
આ પણ વાંચો: Covid-19ના સમયગાળામાં સમાનરૂપે ફાળો આપનારી મહિલાઓ માટે આપણે આભારી છીએ