ETV Bharat / state

World Environment Day: રણભૂમિ ઉપર આવેલું છે લીલુછમ જંગલ, દુનિયાનું સૌથી વિશાળ મિયાવાંકી ફોરેસ્ટ - Miyawaki method

વિશ્વ પર્યાવરણના દિવસે ગુજરાત સરકાર "વન-કવચ"ની થીમ અંતર્ગત અંબાજી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આજે આપણે જાણીએ કચ્છમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી વન વિશે. જ્યાં 50 જેટલા ચેકડેમ છે. 117 પ્રકારના વૃક્ષોનું અહીં વાવેતર કરવામાં આવ્યું છે. 117 પ્રકારના વિવિધ વૃક્ષો સાથેનું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન કચ્છ જિલ્લામાં આવેલું છે.

World Environment Day: રણભૂમિ ઉપર આવેલું છે લીલુછમ જંગલ, દુનિયાનું સૌથી વિશાળ મિયાવાંકી ફોરેસ્ટ
vWorld Environment Day: રણભૂમિ ઉપર આવેલું છે લીલુછમ જંગલ, દુનિયાનું સૌથી વિશાળ મિયાવાંકી ફોરેસ્ટ
author img

By

Published : Jun 5, 2023, 4:05 AM IST

World Environment Day: રણભૂમિ ઉપર આવેલું છે લીલુછમ જંગલ, દુનિયાનું સૌથી વિશાળ મિયાવાંકી ફોરેસ્ટ

કચ્છઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સ્મૃતિવન. આ સ્મૃતિ વનમાં જ વિશ્વનું સૌથી મોટું મિયાંવાકી વન ઊભુ કરવામાં આવ્યું છે. વર્ષ 2001ના ગોઝારા ભૂકંપના દિવંગતોની યાદમાં બનાવવામાં આવેલા આ સ્મૃતિ વનથી ભૂજીયા ડુંગરે જાણે લીલી ચાદર ઓઢી છે. કચ્છ જિલ્લાના ભૂજીયા ડૂંગર ખાતે આવેલ વિશ્વનું સૌથી મોટુ મિયાંવાકી વન કે, જ્યાં અગાઉ ખેતિ પણ ન થઈ શકે એવી જમીન હતી.

વિશાળ સ્મૃતિવનઃ આજે સુંદર સ્મૃતિવન ઉભું થયું છે. અહીંયા મિયાવાકી પદ્ધતિથી છેલ્લા બે વર્ષમાં 117 પ્રકારના આશરે 3 લાખથી વધુ વૃક્ષો ઉછેર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં અહીં 40 લાખથી વધુ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. મિયાવાકી ફોરેસ્ટ પદ્ધતિ જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડો. અકિરા મિયાવાકીએ વિકસાવી છે. જેમાં એક જગ્યાએ આબોહવાને અનુકૂળ હોય તેવા છોડનું બે-ત્રણ ફુટના અંતરે ઘનિષ્ટ રીતે વાવેતર કરીને ઉછેર કરવામાં આવે છે.

ડુંગર પર જંગલઃ ભુજિયા ડૂંગર પર પણ આ પદ્ધતિથી જંગલ વિકસાવવામાં આવ્યું છે. વિવિધ જાતના પક્ષીઓની હાજરી એમાં મળી આવી છે. સ્મૃતિવન મિયાવાંકી જંગલ તૈયાર કરનાર ડો.આર.કે.નૈયર માહિતી આપતા જણાવે છે કે, આજે દોઢ વર્ષ બાદ અહીં હજારોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ આવી ગયા છે. હજારોની સંખ્યામાં પતંગિયાઓ, ડ્રેગન ફ્લાય, તો કલરફૂલ નાના મોટા કીડાઓ પણ અહી છે.

અત્યાર સુધીમાં ભારતના 12 રાજ્યમાં 109 જંગલ બનાવવામાં આવ્યા છે. જેમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ કચ્છના ભૂજિયા ડુંગરમાં સ્મૃતિ વન નામથી છે જે દરેક લોકોએ જરૂરથી જોવું જોઈએ. મિયાવાકી ફોરેસ્ટમાં બહુ સારી રીતે મુલાકાત કરી અને બહુ જ મજા પડી.બાળકોને ટ્રેકિંગ કરવામાં પણ ખૂબ મજા પડી,બહુ સારા પ્લાનિંગ સાથે બહુ જ સારું બનાવ્યું છે.--ડો.આર.કે.નૈયર

50 ચેકડેમ છેઃ અહીં 50 જેટલા ચેકડેમ છે. આ ચેકડેમની અંદર વરસાદનું લાખો લીટર પાણી જમા થઈ ગયું છે. તો કેટલાક ચેકડેમમાં માછલીઓ પણ જોવા મળે છે તો કાચબા પણ જોવા મળી રહ્યા છે.એટલું સુંદર વાતાવરણ અહીં ઊભુ થઈ ગયું છે કે ભૂજવાસીઓ માટે આ સ્વર્ગ છે. ઓછામાં ઓછી જગ્યાએ વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઓછામાં ઓછાં સમયમાં વૃક્ષોનું વધુમાં વધુ વિકાસ થાય તેવી ટેકનોલોજી એટલે અકીરા મિયાવાકી ટેક્નોલોજી.

  1. World Environment Day 2022 : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવવાની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? જાણો...
  2. છોડને GJ 18 પેટર્નમાં મૂકી અપાયો 'વૃક્ષો વાવો'નો મેસેજ, 5 દિવસમાં 5,000 છોડ અપાશે
  3. વીરાણીયા ગામે 18,000થી વધુ વૃક્ષો સાથે આકાર લઈ રહ્યું છે અર્બન ફોરેસ્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.