કચ્છ: કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં સભામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસની વાતો કરતાં હતા અને ભુજ પાલિકાના ચીફ ઓફિસર ઘોર નિદ્રા માણી રહ્યા હતા. ચાલુ કાર્યક્રમે ઊંઘતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. સીએમ ભુપેન્દ્ર પટેલ ભૂકંપમાં ઘરબાર ગુમાવનારા ભૂકંપગ્રસ્તોને સરકાર દ્વારા સનદ વિતરણનો કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
શું બની ઘટના?: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ શનિવારે ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સરકારના વિકાસના કામો ગણાવી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર મીઠી નીંદર માની રહ્યા હતા. ભુજ પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા ઝડપાયા હતા. વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો તેમના પ્રતિભાવ આપી રહ્યા છે.
શું હતો કાર્યક્રમ?: 2001ના ગોજારા ભૂકંપમાં પુનર્વસનની કામગીરી કરાઇ હતી. જે તે વખતે નવી રિલોકેશન સાઈડો વિકસિત કરાઈ હતી અને લોકોને આવાસો મળ્યા, પરંતુ 22 વર્ષ સુધી સનદ મળી ન હતી. આજે 14 હજાર સનદ તૈયાર થઈ ગઈ છે. જેમાંથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટોકન રૂપે 20 લાભાર્થીઓને સુપ્રત કરાઈ હતી. કચ્છના 72 ગામના ભૂકંપગ્રસ્ત 10 હજાર લાભાર્થીને સનદ અને ભુજની રિલોકેશન સાઇટના 3300 લાભાર્થીને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા. આ દરમ્યાન પ્રાસંગીક ઉદબોધન આપતા મુખ્યમંત્રીને ઉપસ્થિત પ્રભારી મંત્રી, સાંસદ, કચ્છ મત વિસ્તારના તમામ ભાજપના ધારાસભ્યો અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓ એક ચિત્તે સાંભળી રહ્યા હતા પરંતુ આ વેળાએ ભુજ પાલિકાનો વહીવટી સંભાળતા જીગર પટેલ કેમેરામાં ઊંઘતા ઝડપાયા હતા. જેનો વીડિયો પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. લોકોએ પણ આ મુદ્દે જાત-જાતનાં પ્રતિભાવો આપ્યા હતા.
આ પણ વાંચો karnataka Assembly Election 2023: પીએમ મોદીનો બેંગલુરુમાં ભવ્ય રોડ શો