કચ્છઃ પોલીસ પ્રજાની મિત્ર છે એ બૃહદ કચ્છના પોલીસ કર્મયોગીઓને પોતાની કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનાથી સાબિત કર્યુ છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વહેંચાયેલા કચ્છ જિલ્લામાં કોરોના મહામારી કોવીડ-19ના પગલે પોલીસ પોતાની ફરજ સાથે સેવા નિષ્ઠાને સુપેરે સાબિત કરી રહી છે.
શાબાશ કચ્છ પોલીસ- કોરોના સામેના જંગમાં જાણો આજ સુધીની તમામ કામગીરીનો ચિતાર સરહદી રેંજ ભૂજના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદીના દિશા સૂચનથી પશ્ચિમ કચ્છ- ભુજના પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક પરીક્ષિતાબેન રાઠોડ પણ ખડેપગે પ્રજાની સાથે ઉભા રહીને પ્રજાચિંતક બની પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
શાબાશ કચ્છ પોલીસ- કોરોના સામેના જંગમાં જાણો આજ સુધીની તમામ કામગીરીનો ચિતાર પૂર્વ કચ્છ જાહેરનામાના ભંગ બદલ કુલ 188 કેસ 3407 વાહનો ડિટેઈન કર્યા છે અને રૂપિયા 1770700 દંડ વસુલવામાં આવ્યો છે અને2747 આરોપી પકડાયેલા છે. પૂર્વ કચ્છમાં કોરોના કોવીડ-19માં પાંચ ચેકપોસ્ટ અને બંદોબસ્તમાં 1 SP, 5 DYSP, 10 PI, 33 PSI, 650 પોલીસ, 2020 હોમગાર્ડ,553 GRD, 50 SRP, અને 31 બોર્ડર ગાર્ડ વીન જોડાયેલા છે.પશ્ચિમ કચ્છમાં 22 માર્ચ થી 28 એપ્રિલ સુધી જાહેરનામા ભંગ બદલ 1973 કેસ થયા 2408 આરોપીની ધરપકડ કરી તેમજ 2714 વાહનોની ડિટેઈન કરાયા છે. ગઢશીશા પોલીસ સ્ટેશનના પયાકા ગામની જ વાત કરીએ તો આખા ગામમાં બે જ પરિવાર રહે છે. જેમાં સિત્તેર વર્ષના સિનિયર સીટીઝન સાકરભાઇ મુળજીભાઇ અંધ છે અને પતિ પત્નિ એકલા રહે છે. માત્ર બે પરિવારના ગામમાં મદદ માગવી તોય કોની અને સાકરભાઇએ મદદ માગી પ્રજામિત્ર પોલીસની !! ડાયાબીટીસની દવા અને ફળફળાદીની જરૂરિયાતને પોલીસે બે કલાકમાં પુરી કરી આપી હતી. સ્ટાફના માણસો રૂબરૂ જઇ દવા અને ફળ આપી આવ્યા તેમજ પર્સનલ મોબાઇલ નંબર પણ !! જેથી સીધે સીધી સહાય આપી શકાય કે મેળવી શકાય. !!કુલ 24 પોલીસ સ્ટેશનોમાંથી પશ્ચિમ કચ્છના 4814 જરૂરતમંદ પરિવારોને રાશનકીટ વિતરણ અને અને વિતરણ સહાય કરવામાં આવી હતી. 1720 લોકોને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. એકલા તેમજ ઉમરલાયક 1034 સિનિયર સીટીજનોની જાત મુલાકાત લઇ તેમના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલી તેમજ તેમની જરૂરિયાતો સંતોષી તેમને હુંફ આપી હતી.ગાંધીધામ B- ડીવીઝનના અજમાયશી પોલીસ અધિક્ષક રાધિકાબેન ભારાઇ લોકડાઉનના ચુસ્ત બંદોબસ્તમાં હતા, ત્યારે એક 80 વર્ષના માઇ ઈફકોથી દવા લઇને પરત ઘરે જવા માટે વાહનની રાહ જોતા હતા. લોકડાઉનમાં વાહન મળતું નહોતું આથી ત્યાંથી પસાર થતા રાધિકાબેન પોતાના સરકારી વાહનમાં 80 વર્ષના વૃદ્ધને બેસાડીને તેમના ઘર રાજવી ફાટક સુધી મૂકી આવી પ્રશંસનીય કામગીરી કરી હતી. આમ પૂર્વ કચ્છ પોલીસ કર્મીઓએ 14 એપ્રિલ સુધી 4147 લોકોને રાશનકીટ વિતરણ કરી હતી. 5828 લોકોને સામાજિક સંસ્થાઓની મદદથી ભોજનની વ્યવસ્થા કરેલી છે.