ETV Bharat / state

મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જથ્થો 3,600 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું, હજી પણ તપાસ ચાલુ - DRI અમદાવાદના એડિશનલ ડિરેક્ટર જનરલ મુન્દ્રા પહોંચ્યા

કચ્છના મુન્દ્રા પોર્ટમાં ટેલ્કમ પાવડરની આડમાં 1,200 કિલો હેરોઈનનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આની બજાર કિંમત 3,600 કરોડ રૂપિયાની અંદાજવામાં આવી છે. DRIની ટીમે મુન્દ્રામાં આ હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો. તો આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જથ્થો 3,600 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું, હજી પણ તપાસ ચાલુ

author img

By

Published : Sep 17, 2021, 11:00 AM IST

  • કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIની ટીમે કરોડો રૂપિયાના હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો
  • ટેલ્કમ પાવડરની આડમાં 1,200 કિલો હેરોઈનનો જથ્થો લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું
  • આ હેરોઈનનો જથ્થો 3,600 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું, હજી પણ તપાસ ચાલુ છે
  • DRI અમદાવાદના એડિશનલ ડિરેક્ટર જનરલ મુન્દ્રા પહોંચ્યા

કચ્છઃ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે મુન્દ્રા બંદરે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને પકડાયેલા હેરોઈનનો જથ્થો 1200 કિલો જેટલો છે, જેની બજાર કિંમત 3,600 કરોડ રૂપિયાની અંદાજવામાં આવી રહી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જોકે, હજી પણ તપાસ ચાલુ છે અને તેની કિંમત અંતિમ કુલ જથ્થા સાથે તેમજ ગુણવતા પ્રમાણે નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો- અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ

ટેલ્કમ પાવડરની આડમાં 1,200 કિલો હેરોઈનનો જથ્થો લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું

હજી ચોથું કન્ટેનર ખોલવાનું બાકી જ છે
મુન્દ્રા પોર્ટ પર હજી સુધી ત્રણ જ કન્ટેનર ખૂલ્યા છે. જોકે, ચોથું ચોથું કન્ટેનર ખોલવાનું બાકી છે ત્યારે DRI અમદાવાદના એડિશનલ ડિરેક્ટર જનરલ સમીર બજાજ પણ મુન્દ્રા પહોચ્યા હતા અને તપાસની ગાઈડલાઈન તેમણે આપી હતી. ગઈકાલે બીજા કન્ટેનરની તપાસ શરૂ કરવામાં આવી હતી અને સંભવિત આજ સાંજ સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ બની જશે. જોકે, તમામ તપાસ એજન્સીઓ હાલમાં કોઇ પણ પ્રકારની માહિતી આપવાનું ટાળી રહી છે.

આ પણ વાંચો- વાપીમાં NCB એ ડ્રગ્સની ફેક્ટરીનો કર્યો પર્દાફાશ, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 85 લાખની રોકડ ઝપ્ત

જૂનમાં પાસ થયેલા કન્ટેનરમાં પણ હિરોઈન હોઈ શકે છે

ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં પણ આ જ પ્રકારના 22 બેગ સાથેનું એક કન્ટેનર મુન્દ્રા પોર્ટ પાસેથી પાસ થઈ ગયું છે. તે વખતે પણ ટેલકમ પાઉડરનો બીલ એન્ટ્રીમાં દર્શાવવામાં આવ્યું હતું તથા આયાતકાર અને કસ્ટમ બ્રોકર પણ એ જ હતા. જે 22 જમ્બો બેગ સાથેનું કન્ટેનર નીકળી ગયું. તેમાં પણ ટેલકમ પાઉડરની આડમાં હેરોઈન હોઇ શકે છે.

આજે સાંજ સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે

આ ઉપરાંત અત્યાર સુધી જેટલા કન્ટેનર ખૂલ્યા છે. તેમાંથી 3,600 કરોડ રૂપિયાની અંદાજિત રકમનું હેરોઇન પકડાઈ ચૂક્યું છે. તો આજે સાંજ સુધીમાં બાકીના કન્ટેનરની તપાસ પણ કરવામાં આવશે અને સાંજ સુધીમાં કુલ કેટલી જથ્થો અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કેટલી કિંમત છે તે સ્પષ્ટ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.