કચ્છ: જિલ્લાના અબડાસાના વાલરામ આશ્રમના મુખ્ય સંચાલક અને ગૌપ્રેમી મનજીભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, હાલ કચ્છમાં તમામ ગૌશાળાની હાલત ગંભીર છે. રાજ્ય સરકાર દ્વારા પહેલા પશુ દીઠ રૂપિયા 25ની સબસિડી સહાય આપવામાં આવતી હતી પરંતુ ખર્ચ રૂપિયા 60નો થાય છે. તો બીજી તરફ જે દાતાઓ મુંબઈથી સંકળાયેલા છે. મહામારીમાં તેમના ધંધા-રોજગાર બંધ છે તેથી દાનનો પ્રવાહ પણ અટક્યો છે. ત્યારે સરકારને આ બાબતે આગામી સમયમાં વરસાદ ન પડે ત્યાં સુધી રાહત આપવાની રજૂઆત કરવામાં આવી છે.
કચ્છની ગૌશાળામાં આર્થિક રાહતની માગ સાથે આશ્રમના સંચાલક ઉપવાસ પર - kutch news
કચ્છના અબડાસાના રાતા તળાવ ખાતે આવેલા વાલરામ આશ્રમના મુખ્ય સંચાલક અને ગૌપ્રેમી મનજીભાઈ ભાનુશાળી દ્વારા કચ્છ કલેક્ટર કચેરીની બહાર ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે દાન ન મળતા ગૌશાળા અને આશ્રમનું સંચાલનમાં મુશ્કેલી પડી રહી છે આથી સંચાલક દ્વારા આર્થિક રાહતની માગ ઉઠી છે.