- યુનેસ્કોની ટીમ 20 દિવસ સુધી કરશે અભ્યાસ
- ટીમના અભ્યાસ રિપોર્ટ પછી અંતિમ નિર્ણય લેવાશે
- ધોળાવીરા ખડીરના વિકાસના દ્વાર ખુલશે
કચ્છઃ જિલ્લાના ઈશાન ખૂણે આવેલી સિંધુ સંસ્કુૃતિની 5000 વર્ષ જૂની ધોળાવીરા સાઈટનો વૈશ્વિક ધરોહરમાં સમાવેશ કરવામાં આવે તે માટેની શકયતાઓ ચકાસવા યુનેસ્કોની એક ટીમે આ સાઈટની મુલાકાત લીધી હતા. આ ટીમે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજીને વિવિધ સમિતિના ગઠન ઉપરાંત બફર ઝોન તરીકે સ્વસ્છતા સાથેની સાઈટ વિકસાવવા પર ચર્ચા કરી હતી.
વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ માટે અભ્યાસ
યુનેસ્કોના કાઈવાઈસના (એટલે કે, ઈન્ટરનેશનલ કાઉન્સિલઓન મોનુમેન્ટસ એન્ સાઈટ) વડા તથા દેશના પુરાત્વીય વિભાગના મહાનિર્દેશનક આઈએએસ વીના નેતૃત્વમાં આવેલી આ ટીમે ધોળવારી સાઈટની મુલાકાતે છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગની ટીમ આ સાઈટનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવો કે કેમ તેની શકયતા ચકાસવા હેતુ 20 દિવસ સુધી ગહન સંશોધન-અધ્યયન કરશે. 20 દિવસ સુધી આ ટીમ ધોળાવીરાના ખૂણેખૂણાની તપાસણી કરી આ સાઈટનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય લેવા માટેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે.
સિંધુ સંસ્કૃતિની 5000 વર્ષ જૂની ધોળાવીરા સાઈટનો વિશ્વ ધરોહરમાં સમાવેશ થશે કચ્છમાં વૈશ્વિક પ્રવાસનના નવા દ્વાર ખૂલી જશે ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવશે કે નહીં તેનો સઘળો ચિતાર આ રિપોર્ટ પર અવલંબે છે, ત્યારે જો યુનેસ્કોની આ સમિતિ સકારાત્મક અહેવાલ આપશે તો ન માત્ર ધોળાવીરા અને ખડીર પરંતુ આખા કચ્છમાં વૈશ્વિક પ્રવાસનના નવા દ્વાર ખૂલી જશે. કોઈપણ જાતની સુવિધા વિના ઊભેલા ધોળાવીરા-ખડીરનો આ નિર્ણયથી નવો વિકાસ દ્વારા ખુલશે તેમ માનવામાં આવી રહયું છે.
વિકાસકામો તાકીદે પુરા થવા જરૂરી
જોકે આ ક્ષેત્રના જાણકારો માને છે કે, ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થાય તો ઘડુલી-સાંતલપુર માર્ગ ઉપરાંત ધોળાવીરાને જોડતા મહત્ત્વના માર્ગો સહિત આ સાઈટના જિજ્ઞાસુઓ માટે મહત્ત્વના મનાતા કામો કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા તાકીદે પૂર્ણ કરવા પડશે. નોંધનીય છે કે, ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિની સાઈટ 5000 વર્ષ જૂની છે. આ સાઈટ જળ વિતરણની સુદૃઢ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ હોવા સાથે માનવીય સભ્યતા શરૂ થઈ તે સમયથી આ હડપ્પન સાઈટ અસ્તિત્વમાં આવી હોવાનું જાણકારો માને છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગે દાયકાઓથી અહીં જ ચીજવસ્તુ અવશેષો મેળવી તેને નવી દિલ્હીના મ્યુઝિયમમાં રાખ્યા છે અને ચોકકસ સમય પર આ અવશેષોને ધોળાવીરા લાવવાનું વચન આપેલું છે. જે હજુ સુધી પરિપૂર્ણ થયું નથી. જો હેરિટેજ સાઈટમાં સમાવેશ થશે તો આ વચન પરિપૂર્ણ કરવું જ પડશે સાથો-સાથ ધોળાવીરા સાઈટ ઉપરાંત ભૂકંપ અને પુરાતત્ત્વ ક્ષેત્ર માટેના સંશોધનાત્મક અભ્યાસની ઉજળી શકયતાઓ સર્જાશે તેવું આ ક્ષેત્રના નિષ્ણાંતો જણાવી રહ્યા છે.