- કચ્છમાં કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓમાં વધારો થયો
- જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે શરૂ કરવામાં આવી OPD
- જિલ્લા પંચાયત રૂમ નંબર 104માં ટેલીકન્સલ્ટેશન હબ શરૂ
- 028 3225 0780 પર કોલ કરી વિનામૂલ્યે મેળવી શકાશે કન્સલ્ટેશન
- જરૂરી પ્રિસ્ક્રીપ્શન અને સલાહ મેસેજ મારફતે દર્દીને મોકલવામાં આવશે
- OPD સોમવારથી શનિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી શરૂ રહેશે
કચ્છઃ જિલ્લામાં કોવિડ હોમ આઈસોલેશનના દર્દીઓને ધ્યાનમાં રાખી તેમને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે, સામાન્ય કારણોસર તેઓ હોસ્પિટલની મુલાકાત ટાળે અને તેમને સામાન્ય સલાહ અને સારવાર મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા પંચાયત રૂમ નંબર 104માં ટેલીકન્સલ્ટેશન હબ ચાલુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કોરોનાકાળમાં સુરતના આઈસોલેશન સેન્ટર બન્યા લોકો માટે આશીર્વાદ રુપ
સામાન્ય માહિતી અને ફરિયાદની નોંધી વળતો કોલ કરાશે
કન્સલટેશન માટે હેલ્પ લાઈન નંબર પર ફોન કરી ફરજ પરના આયુષ તબીબ દ્વારા કેસ પેપર પર દર્દીની સામાન્ય માહિતી અને ફરિયાદની નોંધ કરી વળતો કોલ કરવામાં આવશે તેવુ જણાવી તે કેસ પેપર એમ.બી.બી એસ તબીબને મોકલી આપશે. એમ.બી.બી એસ તબીબ દ્વારા કેસ પેપરનું અધ્યન કરી દર્દીની ઈચ્છા મુજબ સામાન્ય કે વોટ્સઅપ કોલ કરી જરૂરી પ્રિસ્ક્રીપ્શન અને સલાહ મેસેજ મારફતે દર્દીને મોકલી આપવામાં આવશે. જે દવાઓ નજીકના સરકારી દવાખાના મધ્યેથી વિનામૂલ્યે મેળવી શકશે.
કોવીડના લક્ષણો ધરાવતા દર્દીઓ તેમજ અન્ય તકલીફ વાળા દર્દીઓ લઈ શકશે લાભ
આ ટેલીકન્સલટેશન સેવાઓ નો લાભ શંકાસ્પદ કોવીડ ના લક્ષણો ધરાવતા દર્દીઓ તેમજ અન્ય તકલીફ વાળા દર્દીઓ પણ લાભ લઈ શકે છે. આ હબ પર ડો હાર્દી પાઠક, ડો આશુતોષ આનંદવાર પોતાની સેવાઓ આપશે. જરૂરિયાત મુજબ IMA ના તબીબો પોતાનું સ્પેશીયલ કન્સલ્ટટેશન ની સેવાઓ આપશે.
જિલ્લા પંચાયત રૂમ નંબર 104માં ટેલીકન્સલ્ટેશન હબ શરૂ
ગુજરાત સરકારની ઈ સંજીવની ઓપીડી એપ કે જે અગાઉથી જ કાર્યરત છે તે મારફતે પણ ઘર બેઠા ઓપીડી ની સેવાઓનો લાભ લઈ શકાય છે. આ એપ મારફતે કોઈ પણ બીમારીની સારવાર હાલ અને ભવિષ્યમાં લઈ શકાશે.પરંતુ હાલ કોવીડ -૧૯ ના કારણોસર ટૂંક સમય માટે ઈ સંજીવની એપ ઉપરાંત વધારાની કરછ જીલ્લા પંચાયતની ટેલીકન્સલટેશન સેવાઓ ચાલુ કરવામા આવેલ છે. જેનો કરછની તમામ જનતા લાભ લે તેવો અનુરોધ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો જે.ઓ માઢક દ્વારા કરવામાં આવ્યો હતો.