કચ્છઃ કચ્છનું અજરખપુર ગામ એટલે કે કચ્છી પ્રિન્ટ અજરખ સાથે જોડાયેલ અને આ અજરખ પ્રિન્ટના જ્યાં ખત્રી કારીગરો વસે છે તે ગામ. ભૂકંપ બાદ અજરખપુર ગામનું અસ્તિત્વ ઉજાગર થયું. જ્યારે ગામ વસ્યું ત્યારે વડીલોએ વિચાર્યું હતું કે કચ્છી અજરખ ( Ajarakh ) થકી ખત્રીઓને નામના મળી તો ગામનું નામ પણ અજરખપુર રાખીએ. પરંપરાગત અને યુવા કારીગરોએ અજરખની અલગ અલગ થીમ તૈયાર કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ એવોર્ડ મેળવીને ગામને નામના તો અપાવી. સાથે સાથે વિશ્વ પ્રવાસન ક્ષેત્રે અજરખપુર ભુજ તાલુકાનું એક ધમધમતું ગામ પણ બન્યું.
આ પણ વાંચોઃ કોરોના ઇફેક્ટઃ કચ્છની અજરખ બ્લેક પ્રિન્ટ હસ્તકળાને લાગ્યો મોટો ફટકો, વાંચો વિશેષ અહેવાલ...
ગામ પણ અજરખના લીધે જ ઓળખાય છે તો યુનિફોર્મ પર અજરખનું તૈયાર કરવા માટે આવ્યો વિચાર- લોકડાઉન દરમિયાન શાળાના યુનિફોર્મ અંગે શ્રી અજરખપુર પ્રાથમિક શાળાના (School of Ajarakhpur Kutch) વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ ખત્રી નાસીર મામદભાઈને વિચાર આવ્યો કે શાળાના વિદ્યાર્થીઓ માટે આપણે એવા યુનિફોર્મ (Symbolic School Uniform) પસંદ કરીએ કે જેમાં અજરખ ડિઝાઇનની પરંપરાગત છબી હોય અને ગામ પણ અજરખ પ્રિન્ટના લીધે જ ઓળખાય છે. તો નાસીરભાઈએ આ વાત શ્રી અજરખપુર પ્રાથમિક શાળાના આચાર્ય આશિષ દામાણી, એસએમસીના અધ્યક્ષ જુનેદભાઈ ખત્રી, શિક્ષણ સમિતિના સભ્ય દાઉદભાઈ ખત્રી અને ગામના વાલીઓ તથા અગ્રણીઓ સાથે એક બેઠક બોલાવી હતી અને નિર્ણય (symbolic clothing in schools uniform ) લેવામાં આવ્યો હતો. બધાને પરવડે તેવી રીતે નક્કી કરેલ કાપડ પર અજરખની ડિઝાઇનવાળું કાપડ જથ્થામાં છપાવીને વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ યુનિફોર્મના કાપડની ખરીદી કરી દરેક વાલીઓને વેકેશન દરમિયાન જ પોતાના બાળકો માટે શાળાનું યુનિફોર્મ સીવડાવી લીધું હતું.
આ પણ વાંચોઃ સુરતના વિદ્યાર્થીઓ દ્વારા 1000 વર્ષ જૂના વોટર માર્બલિંગ પ્રિન્ટ પ્રોસેસનો અનોખો ઉપયોગ
શાળા તથા ગામની ઓળખ યુનિફોર્મ થકી ઉભી કરવા વિદ્યાર્થીઓ ઉત્સુક - ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23થી જ શાળાના ધોરણ 1 થી 8 ના 163 વિદ્યાર્થીઓ ધી અજરખ સ્કૂલ યુનિફોર્મને (Symbolic School Uniform) પહેરીને શિક્ષણ મેળવી રહ્યા છે. તો વિદ્યાર્થીઓને પણ આ યુનિફોર્મ પહેરવો ખૂબ ગમે છે. આ કાપડ કે પ્રિન્ટથી કોઈપણ જાતનું ચામડીને નુકસાન પણ નથી થઈ રહ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં શાળાનું પ્રતિનિધિત્વ (symbolic clothing in schools uniform ) કરવા જાય છે, ત્યાં તેમના યુનિફોર્મના કારણે શાળા તેમજ અજરખપુર ગામ બંનેની ઓળખ પણ છતી થાય છે. જે શાળા અને વિદ્યાર્થીઓ માટે એક ગૌરવની વાત છે.