કચ્છ/મુંદરાઃ મિત્રની આત્મહત્યા બાદ વિયોગમાં બીજા મિત્રએ પણ મોતનો માર્ગ અપનાવતા ગામમાં ભારે ગમગમીની છવાઈ ગઈ હતી. પોલીસની સત્તાવાર વિગતો મુજબ, યુવાન હતભાગી મહાવીરાસિંહ જાડેજાએ સંભવત આર્થિક ભીંસને કારણે પોતાના ઘરમાં ફાંસો ખાઇને મોત વ્હાલું કરી લીધું હતું. પોતાના પરમ મિત્રના મૃત્યુના સમાચાર સાંભળીને સવારે સાડા 10 વાગ્યાના સુમારે જયદીપાસિંહ જાડેજાએ પણ તેના ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
એક જ ગામમાં એક જ સમાજમાં અને પરસ્પર મિત્ર એવા 2 યુવકોએ આપઘાત કર્યાના આ બનાવના પગલે આખા ગામમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઇ હતી. મુંદરા મરિન પોલીસે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે, મહાવીરાસિંહ અને જયદીપાસિંહ ખાસ મિત્ર હતા. મહાવીરાસિંહની આત્મહત્યા બાદ જયદીપાસિંહે તેના મોબાઇલ ફોનના વોટ્સએપ સ્ટેટસમાં i miss u એવું લખાણ પણ મૂક્યું હતું અને પછી તેમણે પણ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કરી લીધું હતું.
મરિન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એસ.એ. ગઢવી કેસની તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવથી ગામમાં અને ક્ષત્રિય સમાજમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી. સોશ્યલ મિડિયામાં બન્ને મિત્રોના વીડિયો પણ જોવા મળ્યાં હતાં. જેના પરથી તેમની ઊંડી દોસ્તી જોવા મળી રહી છે. જોકે, ઈ ટીવી ભારત આજના યુવાનોને આવી કોઈ ઘટનાઓ માટે પ્રેરતું નથી.