કચ્છ : કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું (Natural Farming in Kutch) કાઢયું હોય તેમ વિદેશમાં ઉત્પાદિત થતા પાકોનું કચ્છમાં ઉત્પાદિત કરી રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઉપરાંત ભુજ તાલુકાના રેલડી ગામે હરેશ ઠક્કર અને કપિલ દૈયાએ વિદેશમાં દરેક સમયે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતાં સલાડના વેજીટેબલનું ઉત્પાદન કર્યું છે. 3 એકરમાં દરેક એક્સોટિક વેજીટેબલના 5000 (Production of Exotic Vegetable in Kutch) જેટલા રોપાઓનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે.
જુદાં જુદાં એક્સોટિક વેજીટેબલનું ઉત્પાદન
આશાપુરા વી ફાર્મ ખાતે જીમ શોખીનો તેમજ ડાયટ ફોલો કરતા લોકો માટે સલાડમાં ઉપયોગી એવા સફેદ ફૂલકોબી, પીળા ફૂલકોબી, જાંબલી ફૂલકોબી, લેટીસ, બ્રોકોલી, તુલસીનો છોડ, લાલ કોબી, ચિની કોબી, સેલરી વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કરાય છે એક્સોટિક વેજીટેબલ
આ તમામ એક્સોટિક વેજીટેબલ પ્રાકૃતિક ખેતી (Exotic Vegetable Natural Farming in Kutch) દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કારણ કે આ તમામ ઉત્પાદનોમાં જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો તે લોકો માટે ફાયદાકારક રહેતું નથી. પ્રાકૃતિક ખેતીમાં પાણી, દેશી ગાયના ગોબર, ગોળ, ગૌમુત્ર, બેસન અને વડ કે પીપળના ઝાડની નીચેની માટી તેમજ કેળાંના ફૂલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા જીવામૃત દ્વારા આ એક્સોટિક વેજીટેબલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના મેટ્રો સિટીમાં એક્સોટિક વેજીટેબલની માંગ વધારે
કચ્છમાં એક્સોટિક વેજીટેબલની માંગ પ્રમાણમાં ઓછી રહે છે. તેથી માત્ર સદ્ધર વર્ગના લોકો આ એક્સોટિક વેજીટેબલ ખરીદે છે. આ ઉપરાંત જીમમાં બોડી બનાવવા જતાં લોકો પણ આની માંગ કરતા હોય છે. આ ઉપરાંત આ એક્સોટિક વેજીટેબલ ગુજરાતના મેટ્રો સિટીમાં પણ મોકલવામાં આવે છે.
આ પણ વાંંચોઃ Natural farming In Tapi : તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને મેળવે છે મબલખ આવક
50 રૂપિયાથી 500 રૂપિયા કિલો એક્સોટિક વેજીટેબલની કિંમત
આ એક્સોટિક વેજીટેબલ સફેદ, પીળો અને જાંબલી ફૂલકોબીની 1 કિલોની કિંમત 100 રૂપિયા છે. તો ચિની કોબીના એક કિલોની કિંમત 100 રૂપિયા, બ્રોકોલીનો ભાવ 50 રૂપિયા, તુલસીની કિંમત 500 રૂપિયા કિલો, લાલ કોબીની કિંમત કિલો દીઠ 50 રૂપિયા તેમજ લેટીસ જેનો ઉપયોગ મુખ્યત્વે બર્ગર માટે થતો હોય છે તેની કિંમત 200 રૂપિયે કિલો છે.
કચ્છના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થતા પાકોની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી
ઉલ્લેખનીય છે કે, કચ્છના ખેડૂતો દ્વારા થતા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી થતાં ઉત્પાદિત પાક અંગે ન માત્ર રાજ્ય સરકાર પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પણ નોંધ લેવાઈ છે. હાલમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ આ વાડીની મુલાકાત લીધી હતી અને વાડીમાં થતા વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો : રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...