ETV Bharat / state

57 વર્ષોથી સંસ્કૃતિ જતનનો યત્ન, અહીં કરી શકો છો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ, જાણો કેન્દ્ર વિશે - સંસ્કૃત વ્યાકરણ

સરકારે ધોરણ 6 થી ધોરણ 12 ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ (Study of Shrimad Bhagwad Gita) કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે આપણે વાત કરીશું માંડવી ખાતે છેલ્લાં 57 વર્ષોથી કાર્યરત શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રની. આ કેન્દ્રની (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi) અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃત ભાષા માટે કેટલું બધું કામ કરવામાં આવી રહ્યું છે તે જાણો આ વિશેષ અહેવાલમાં.

57 વર્ષોથી સંસ્કૃતિ જતનનો યત્ન, અહીં કરી શકો છો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ, જાણો કેન્દ્ર વિશે

author img

By

Published : Jun 29, 2022, 7:16 PM IST

કચ્છ -શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો સિદ્ધાંતો અને મહત્વને તમામ ધર્મના લોકો સારી રીતે સ્વીકારે છે. ત્યારે ગુજરાત સરકારે હાલમાં જ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનુકૂળ હોય તે રીતે ધોરણ 6 થી ધોરણ 12 ના શાળાના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ (Study of Shrimad Bhagwad Gita) કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે આપણે વાત કરીશું માંડવી ખાતે છેલ્લાં 57 વર્ષોથી કાર્યરત શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રની (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi)કે જ્યાં આજે પણ કોઈપણ પ્રકારના જાતિભેદ વિના શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય શીખવવામાં આવે છે.

માંડવીનું ઝવેરભાઈ પ્રેમજી સપટ ટ્રસ્ટ સંચાલિત શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર

1964થી કાર્યરત છે ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર - કચ્છના માંડવી ખાતે શ્રી પ્રેમજી રામદાસ સપટ સ્મરણાર્થે ઝવેરભાઈ પ્રેમજી સપટ ટ્રસ્ટ સંચાલિત શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રની (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi)સ્થાપના વર્ષ 1964માં થયેલી છે. આરંભમાં દરરોજ એક કલાક બાળકોને ગીતાના મૂળ શ્લોકો શીખવી આધ્યાત્મિક પ્રગતિ તરફ ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એમાં પ્રગતિ કરી ગીતા અધ્યયન (Study of Shrimad Bhagwad Gita) માટેનો અભ્યાસક્રમ નક્કી કરી પ્રારંભિક, પ્રથમ, દ્વિતીય, તૃતીય, પરિચય (ભાગ-1) પરિચય (ભાગ-2) પરિચય (ભાગ-3)એમ 7 વર્ગોની યોજનાથી આખી ગીતા મૂળ કંઠસ્થ કરાવવામાં આવી રહી છે.

પાણિની પદ્ધતિથી શીખવવામાં આવી રહ્યું છે સંસ્કૃત વ્યાકરણ -આ કેન્દ્રમાં (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi) શબ્દાર્થ અને સામાન્ય સંસ્કૃત વ્યાકરણ સહિત ગીતા તત્વવિવેચની અનુસાર વિવેચનનું અધ્યયન અધ્યાપક ભાઈ-બહેનોની સહાયથી કરાવવાનું અને વિદ્યાર્થીઓને પણ છાત્રવૃતિ અને પારિતોષિક આપીને ગીતા વ્યાકરણમની મદદથી સંસ્કૃત વ્યાકરણ પાણિની પદ્ધતિથી શીખવવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં 5000 જેટલા લોકોએ અહીં ગીતાજીના પાઠ માટેનો અભ્યાસ કર્યો

5000 જેટલા લોકોએ અહીં કર્યો ગીતાજીના પાઠનો અભ્યાસ -શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર પર અત્યંત સુંદર રીતે કોઈપણ પ્રકારના જાતિભેદ વિના ભગવદ્ ગીતાના 700 શ્લોક તેમજ સંસ્કૃત વ્યાકરણ પાણિની ઋષિની પદ્ધતિથી શીખવવામાં આવે છે. ગીતાના મૂળ તત્વોનું ઊંડાણપૂર્વક (Study of Shrimad Bhagwad Gita) અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તો અત્યાર સુધીમાં 5000 જેટલા લોકોએ અહીં ગીતાજીના પાઠ માટેનો અભ્યાસ કર્યો છે. જે કોઈ પણ વ્યક્તિ 18 અધ્યાય કંઠસ્થ કરે છે તેને અહીં પુરસ્કાર પણ આપવામાં આવે છે.

મુખ્ય ધ્યેય મનુષ્ય જીવનને ઉચ્ચ સ્તરે લાવી પરમ પુરુષાર્થ સિદ્ધ કરવાનો -આ શ્રીમદ્ ભગવદ્ ગીતાધ્યયન કેન્દ્રનો (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi) મુખ્ય ધ્યેય મનુષ્ય જીવનને ઉચ્ચ સ્તરે લાવી પરમ પુરુષાર્થ સિદ્ધ કરવાનો છે. ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ સિદ્ધ કરવા માટે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. ગીતાએ મોક્ષ સ્મૃતિ ઉપનિષદ છે. આ 50 વર્ષના ગાળામાં આ કેન્દ્ર પર ગીતા અધ્યાયના અભ્યાસક્રમમાં (Study of Shrimad Bhagwad Gita) પણ વિકાસ કરવામાં આવ્યો છે અને હાલમાં નીચે પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

સંસ્કાર વર્ગ: આ વર્ગમાં ગીતાના શ્લોક મંત્રોના લઘુ-ગુરુ સ્વરોના ઉચ્ચારને ખાસ ધ્યાનમાં લઈને શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક સમગ્ર ગીતા મૂળ કંઠસ્થ કરાય છે.

પ્રાવેશિક વર્ગ: આ વર્ગમાં સંધિવિગ્રહ, પદછેદ , પ્રારંભિક અન્વય કરી શ્લોકોના શબ્દશ: અર્થનું ચિંતન કરવામાં આવે છે. સાથે સાથે સંસ્કૃતમાં શુદ્ધ લેખન અને પાણિની વ્યાકરણ અષ્ટાધ્યાયીના સંપૂર્ણ સૂત્રોનું પાઠમાત્ર તથા માંડુક્ય, ઇશાવાસ્ય અને કૈવલ્ય આ ત્રણ ઉપનિષદોનું પાઠ માત્ર કરાય છે.

મધ્યમ વર્ગ: આ વર્ગમાં પાણીની પદ્ધતિથી સંસ્કૃત વ્યાકરણના મૂળ તત્વો અને પ્રક્રિયાઓનો પ્રારંભિક અભ્યાસ અને તે અભ્યાસનો ઉપયોગ ગીતા મંત્રોના શબ્દોની વ્યુત્પત્તિ કરી ઊંડા અર્થોનું મનન કરવા પ્રયત્ન કરાય છે.

પરિચય વર્ગો: આ વર્ગોમાં ગીતા ઉપરના શાંકરભાષ્યનું અધ્યયન કરવાની યોજના છે.

અંતરના પ્રેમપૂર્વક શુદ્ધ પાઠ અને ચિંતન દ્વારા સાધના - આ બધા વર્ગોમાં ફરી ફરી પઠનપાઠન કરી સ્વાભાવિક રીતે વિદ્યા કંઠસ્થ થાય એવી પદ્ધતિ અપનાવી બોજારૂપ બનતી ગોખણપટ્ટીને ચર્ચા- ચિંતન દ્વારા દૂર કરાય છે. આમ આ સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞનો (Study of Shrimad Bhagwad Gita) દૈનિક કાર્યક્રમ મગજ ઉપર બોજારૂપ ન બને તેની કાળજી રખાય છે. આ દૈનિક કાર્યક્રમ મનોરંજન અર્થે નથી પણ અંતરના પ્રેમપૂર્વક શુદ્ધ પાઠ અને ચિંતન દ્વારા સાધના અર્થે છે.

7 વર્ગોની યોજનાથી આખી ગીતા મૂળ કંઠસ્થ કરાવવામાં આવી રહી છે.

સાધકોને આપવામાં આવે છે પુરસ્કાર -અહીં કેન્દ્ર (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi) પર પૂર્ણ સમયના સાધકો માટે દરેકને માસિક 3500 થી 6200 રૂપિયા સુધીનો પુરસ્કાર અપાય છે અને ખંડ સમયના સાધકોને પ્રોત્સાહન વૃતિ માસિક રૂપિયા 30 થી લઈને 720 સુધી આપવામાં આવે છે. અધ્યયનમાં ખાસ રસ લઈ પ્રગતિ કરનાર સાધકોને ક્રમશઃ સમગ્ર ગીતા મૂળ કંઠસ્થ કરનારને 700 રૂપિયા પારિતોષિક અપાય છે.

12 વર્ષીય આર્થિક આયોજન કરવામાં આવ્યું -આ ગીતા અધ્યયન કેન્દ્રના (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi)માનદ વ્યવસ્થાપક ટ્રસ્ટી કનકસિંહ હરિદાસ સપટ કે જેઓ આરંભથી જ એટલે કે 1964 થી જ આ કેન્દ્ર પર શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠો (Study of Shrimad Bhagwad Gita) સાધકોને ભણાવતા હતા જેઓ વર્ષ 2015માં બ્રહ્મલીન થયા હતા ત્યારબાદ આ કેન્દ્ર પર કાર્ય નભી શકે તે માટે 12 વર્ષીય આર્થિક આયોજન કરવામાં આવ્યું છે.આ સાધના એ કોઈ નોકરી નથી તેથી પુરસ્કારો પારિતોષિકો વગેરે પગાર કે વેતન નથી માત્ર આધ્યાત્મિક લાભની પ્રવૃતિ પાછળ સમયનો ભોગ આપનારને માટે આજના મોંઘવારીના સમયમાં વ્યવહારિક રાહત મળી શકે એને ધ્યાનમાં લઈને પ્રોત્સાહનમાત્ર છે.

સાધકો પાસેથી કોઈપણ જાતનું શુલ્ક લેવામાં આવતું નથી -જે કોઈપણ ઈચ્છુકોને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠનો (Study of Shrimad Bhagwad Gita) અભ્યાસ કરવાની ઈચ્છા હોય તેઓને માત્ર ગુજરાતી લિપિમાં લખેલું કે છાપેલું વાંચી શકે અને ગુજરાતી ભાષા સમજી બોલી શકે એવી કોઈ પણ વ્યક્તિ આ કેન્દ્ર પર પ્રવેશ મેળવી શકે છે. સાધકો પાસેથી કોઈપણ જાતનું શુલ્ક લેવામાં આવતું નથી ઉચ્ચ વર્ગમાં પોતાને વાપરવા માટેની લેખિની માત્ર પોતાના ખર્ચે લેવાની હોય છે તે સિવાય દરેક વર્ગના પુસ્તકો વગેરે જરૂરી વસ્તુઓ અહીં કેન્દ્ર પર નિઃશુલ્ક આપવામાં આવે છે.

કોઈપણ ધર્મ,સંપ્રદાય, નાત,જાત,ગરીબ, તવંગરના ભેદ વગર કરાવવામાં આવે છે અભ્યાસ -જે લોકો આ સાધના (Study of Shrimad Bhagwad Gita) દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ અને પરમ આનંદ માટે પરમાત્મા તરફ પ્રેમ અને શ્રદ્ધા ધરાવવા અને શાંતચિતે પ્રયત્ન કરવા શક્તિમાન છે અને ઈચ્છા ધરાવે છે એ બધાને આ કેન્દ્ર (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi) શક્તિમર્યાદા અનુસાર આવકારે છે. વિધાર્થી, ભાઈ-બહેનો, પોતાના વ્યવહારિક વ્યવસાયમાં રહેલા યુવાનો, સુચારુ રીતે પોતાના અંગત વ્યવહાર સંભાળતા નિવૃત પ્રૌઢ એ સર્વને માટે કોઈપણ ધર્મ,સંપ્રદાય, નાત,જાત,ગરીબ, તવંગરના ભેદ વગર આ સાત્વિક પ્રવૃતિ કોઈપણ જાતના આર્થિક ખર્ચ વગર પ્રાપ્ય છે.

શ્રી પ્રેમજી રામદાસ સપટ સ્મરણાર્થે ઝવેરભાઈ પ્રેમજી સપટ ટ્રસ્ટનું ઉમદા કાર્ય

ગુજરાત સરકારે પણ શાળાના અભ્યાસક્રમમાં પણ ભગવદ્ ગીતાનો કર્યો છે સમાવેશ -ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓમાં (Study of Shrimad Bhagwad Gita) ગૌરવની ભાવના અને પરંપરાઓથી માહિતગાર કરવા અને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન શાસ્ત્ર સાથે જોડાણ કરવા માટે સરકારે શ્રીમદ્ ભગવદ્ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં એક ભાગ તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે.ધોરણ 6માં શ્રીમદ ભગવદ્ ગીતા નો પરિચય એવી રીતે કરવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓ તેમાં રસ કેળવે.

પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદગીતા વાર્તાઓ અને પઠન સ્વરૂપે રજૂ કરવામાં આવશે- વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના પવિત્ર પુસ્તકનું મહત્વ જણાવવામાં આવશે તેમાં દર્શાવવામાં આવેલી વાર્તાઓ અને શ્લોકો, ગીતો, નિબંધો ,ચર્ચાઓ, નાટકો, પ્રશ્નોત્તરી અને અન્ય શૈક્ષણિક અભિગમોના રૂપમાં રજૂ કરવામાં આવશે. ધોરણ 6 થી ધોરણ 12 ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદગીતા વાર્તાઓ અને પઠન સ્વરૂપે (Study of Shrimad Bhagwad Gita) રજૂ કરવામાં આવશે. જોકે ધોરણ 9 થી ધોરણ 12 માટેના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદગીતાનો ઊંડાણપૂર્વક પરિચય (Shrimad Bhagwad Gita Adhyayan Kendra Mandvi) પણ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.