- ભારે પવનથી ખોરવાયેલા વીજ પુરવઠાને બે દિવસમાં પૂર્વવત કરાયો
- વાવાઝોડાના ભારે પવનથી કચ્છના 190 ગામોમાં અંધારપટ છવાયો હતો
- 366 ફિડરો, 141 થાંભલાઓ ક્ષતિગ્રસ્ત થયા હતાં
- PGVCL દ્વારા રહેણાંકના 44 ફીડર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા હતા
કચ્છ: રાજ્ય પર ત્રાટકેલા વાવાઝોડાની અસર હેઠળ ફૂંકાયેલા ભારે પવનના કારણે કચ્છ જિલ્લામાં પણ 17 મેના રોજ ઠેક-ઠેકાણે વીજ પુરવઠો ખોરવાયો હતો અને સાધનોમાં તાંત્રિક ક્ષતિઓ પહોંચી હતી. કચ્છના 190 ગામોમાં ઘરની વીજળી જતાં તત્કાલ મોડી રાત્રે જ 98 જેટલા ગામોની રહેણાંક વીજળી પૂર્વવત્ કરી દેવામાં આવી હતી. મોડી રાત્રે PGVCL દ્વારા રહેણાંકના 44 ફીડર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગાંધીનગરમાં અત્યાર સુધીનો 12 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો
વાવાઝોડાના ભારે પવનથી કચ્છના 190 ગામોમાં છવાયો અંધારપટ
ખેતીવાડીના 366 ક્ષતિગ્રસ્ત ફિડરો પણ યુદ્ધના ધોરણે વીજતંત્રની ટીમોએ સમારકામ કરી પૂર્વવત્ કરી દીધા હતા. PGVCLના અધિક્ષક ઇજનેર એ.એસ.ગુરવા જણાવે છે કે, વાવાઝોડાના ભારે પવનથી કચ્છના 190 ગામોમાં અંધારપટ છવાયો હતો. જેમાંથી 98 ગામોમાં તત્કાળ પૂર્વ તૈયાર કરેલી ટીમે વીજળી શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો: ભારે પવન સાથે વરસાદના કારણે ઝાડ પડવાનો સિલસિલો યથાવત્
366 ફિડરો, 141 થાંભલાઓ ક્ષતિગ્રસ્ત
વાવાઝોડાથી ખેતીના 366 ફિડરો, 141 થાંભલાઓ અને પાંચ ટ્રાન્સફોર્મરો ક્ષતિગ્રસ્ત થયા હતા. જેને વીજ કર્મીઓએ બે દિવસમાં જ યુદ્ધના ધોરણે પૂર્વવત્ કરી દીધા છે. કચ્છમાં અંજાર સર્કલ અને ભુજ સર્કલની વીજ કચેરીઓને પણ ભારે અસર થઇ હતી.
વીજળી કર્મીઓની મહેનતથી કાર્ય ઝડપી બન્યું
વહીવટી તંત્રની સુચના અને પૂર્વ તૈયારી અને વીજળી કર્મીઓની મહેનતથી આ કાર્ય ઝડપભેર કરવામાં આવ્યું હતું.