ETV Bharat / state

ભુજમાં રાત્રી કરફ્યૂના પ્રથમ દિવસે જ જાહેરનામાનું કડક પાલન, વિસ્તાર બન્યા સૂમસામ - night curfew in gujarat

સરકાર દ્વારા ગુજરાતના 20 શહેરોમાં રાત્રી 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લગાડવામાં આવ્યું છે. ત્યારે, કચ્છ કલેક્ટર દ્વારા કચ્છના ભુજ અને ગાંધીધામ શહેરમાં કરફ્યૂનો કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.

ભુજમાં રાત્રી કરફ્યૂના પ્રથમ દિવસે જ જાહેરનામાનું કડક પાલન, વિસ્તાર બન્યા સૂમસામ

author img

By

Published : Apr 8, 2021, 12:41 PM IST

  • રાત્રી કરફ્યૂના પ્રથમ દિવસે જ ભુજમાં અસર જોવા મળી
  • શહેરીજનો દ્વારા સ્વૈચ્છિક સરકારનાં જાહેરનામાનું પાલન
  • ગુજરાતના 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ લગાવામાં આવ્યું છે

ભુજ: દેશભરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે, ગુજરાત સરકાર દ્વારા મંગળવારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતના 20 શહેરોમાં રાત્રી 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લગાડવામાં આવ્યું છે.

ભુજમાં રાત્રી કરફ્યૂના પ્રથમ દિવસે જ જાહેરનામાનું કડક પાલન, વિસ્તાર બન્યા સૂમસામ

આ પણ વાંચો: 4 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ 30 એપ્રિલ સુધી યથાવત રહેશે

કચ્છમાં ભુજ અને ગાંધીધામ શહેરમાં પણ કરફ્યૂ લગાવાયું

સરકારના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટર દ્વારા કચ્છના ભુજ અને ગાંધીધામ શહેરમાં કરફ્યૂનો કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે, ભુજ શહેરના હોસ્પિટલ રોડ ખાતે ખાણીપીણીના વિસ્તાર પર સ્વૈચ્છિક રીતે સરકારના જાહેરનામાનું પાલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કર્ફ્યૂ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તો છૂટ આપવામાં નહીં આવેઃ અમદાવાદ CP

લોકોની અવરજવરથી ધમધમતો વિસ્તાર બન્યો સૂમસાન

શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી ધમધમતી ખાણીપીણીની લારીઓ રાત્રી કરફ્યૂને કારણે શાંત બની હતી. આ લારીઓ પર વધુ પ્રમાણમાં ધંધાર્થીઓ અને નોકરીવાળા લોકો નાસ્તો કરવા માટે આ વિસ્તારમાં આવતા હોય છે. આ વિસ્તાર રાત્રિના 12 વાગ્યા સુધી લોકોથી ધમધમતા હોય છે. પરંતુ, કરફ્યૂના પ્રથમ દિવસે જ ધંધાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક કરફ્યૂનું પાલન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.