- ભચાઉમાં પોલીસ સામે નોંધાઈ ફરીયાદ
- પોલીસ સ્ટેનની બહાર પથ્થરમારો
- પોલીસે ટીયર ગેસ છોડી ટોળાને વિખેર્યું
ભચાઉ: 9 ઓગસ્ટના ફરિયાદી ઈશ્વરભાઈ વાણીયાએ પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી સામે પબ્લિક એન સી ની ફરિયાદ નોંધાવી હતી. શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. તપાસ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવી બનાવ અંગેના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. આરોપી અશોક ચૌધરી મળી આવ્યો હતો તેના સામે કેફી પીણું પીવાનો આરોપ હોય બ્લડ સેમ્પલ લેવાયા હતા.
પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી
CCTV કેમેરામાં અલગ જ હકીકત જણાતા અશોક ચૌધરી આરોપી નાનજી વાણીયા, રાહુલ વાણીયા ,દિનેશ વાણીયા, મહેશ વાણિયા અને ઈશ્વર વાણીયા વિરુદ્ધ હથિયાર ધારા, પ્રાણી સંરક્ષણ ધારા સહિતની ફરિયાદ નોંધાઇ હતી.આ ફરિયાદમાં મનદુ:ખ રાખીને પોલીસ મથકમાં જતા રોકી ફરજમાં રૂકાવટ કરી હતી. આ દરમિયાન પોલીસને નાનજી વાણીયા મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. જેનાં કારણે પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળાં એકઠાં થયાં હતાં.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધશે
પથ્થરમારામાં બે પોલીસકર્મીઓને ઇજા પહોંચી
પોલીસે અમુક આગેવાનોને બોલાવી સીસીટીવી ફૂટેજ બતાવી હકીકત જણાવી હતી અને ઘરે પરત જવા જણાવ્યું હતું પરંતુ ટોળાએ મહિલાઓને આગળ કરી પોલીસ મથક પર પથ્થરમારો કર્યો હતો જેમાં પોલીસ કર્મચારી યુવરાજસિંહ અને જયેશ પારઘીને ઈજાઓ પહોંચી હતી.
પોલીસના ગેરવર્તનનો મામલો કારણભૂત
ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસે અશ્રુવાયુના 6 સેલ છોડ્યા હતા આ દરમિયાન પોલીસ જ્યારે નાનજી વાણીયાની અટકાયત કરવા આવી હતી. 6 થી 7 પોલીસ કર્મચારીઓએ ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ મુકેશભાઈ વાણીયા કર્યો હતો તેમજ પોલીસે મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો : સ્કૂલ ઓફ કોમર્સમાં કૌટીલ્ય મ્યુઝિયમ ઓફ એકાઉન્ટન્સીનું શિક્ષણપ્રધાને કર્યું ઉદ્ઘાટન
પૂર્વ કચ્છ પોલીસ વડા પણ સ્થળ પર ધસી ગયા
પોલીસના આ ગેરવર્તન સામે પ્રતિ ફરિયાદ કરવાની માગ સાથે પોલીસ મથકે ગયા હોવાનું અને હજી સુધી ફરિયાદ લેવા ન હોવાનું મુકેશ વાણીયાએ જણાવ્યું હતું બનાવના પગલે પોલીસ વડા મયુર પાટીલ લાકડીયા પોલીસ સ્ટેશન આવ પહોંચ્યા હતા, તેમજ અન્ય પોલીસ મથકોમાંથી પણ બંદોબસ્ત માટે પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા હતા. ઉપરાંત લાકડીયા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.