ETV Bharat / state

કચ્છમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસ શરૂ, ઓફલાઈન બાળકોને સાહિત્ય ઘરે પહોંચતું કરાશે - Start studying online

વૈશ્વિક મહામારી કોરોનાને પગલે શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી છે. આ સ્થિતિમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના અંદાજે અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ ઘેર બેઠા શિક્ષણ મેળવશે. જ્યારે ઓનલાઇન શિક્ષણ ન મેળવી શકનારા છાત્રાઓને ઘરે-ઘરે જઇ ધોરણ વાઇઝ સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ગૃહવિભાગના જાહેરનામા અનુસાર આગામી ૩૦મી જૂન સુધી કચ્છમાં શિક્ષણતંત્ર દ્વારા પણ આ અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ લાખ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસ શરૂ

author img

By

Published : Jun 10, 2020, 4:01 PM IST

કચ્છ : પ્રથમ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા બાદ પ્રાથમિક વિભાગ માટે શિક્ષણ તંત્ર દ્વારા 1389 જેટલા શિક્ષકોને માઇક્રોસોફ્ટ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે તાલીમબદ્ધ કરાયા છે. તેઓ બાળકોને વ્હોટ્સેઅપ, યુટ્યુબ મારફતે ઓનલાઇન શિક્ષણ આપશે. કચ્છમાં પ્રાથમિક વિભાગમાં અંદાજે 2.17 લાખ વિદ્યાર્થી છે. જેમાંથી 70 ટકા છાત્રાને ઓનલાઇન અભ્યાસમાં સાંકળી લેવામાં આવશે જ્યાં ઇન્ટરનેટનો પ્રશ્ન છે. ઓનલાઇન માટેની કોઇ વ્યવસ્થા નથી તેવા વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઇ શિક્ષકો હોમલર્નિંગ માટે ધોરણ વાઇઝ સાહિત્ય પૂરું પાડશે.

ત્રણ લાખ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસ શરૂ
જિલ્લામાં 19 પ્રાથમિક શાળામાં 2646 અને 48 માધ્યમિક શાળાના 603 જેટલા દિવ્યાંગ બાળકોના અભ્યાસ માટે પણ વિશિષ્ટ શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 9થી 12ના અંદાજે 80 હજાર જેટલા છાત્રો છે. શિક્ષકો દ્વારા વ્હોટ્સઅપ ગ્રુપ મારફતે સાહિત્ય સામગ્રી છાત્રો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.