કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાકાળ બાદ મોંઘવારીએ માજા મુકી છે, તેમાં ડિઝલમાં થઈ રહેલા સતત ભાવ વધારાની અસર એસ.ટી. નિગમ ઉપર પડી છે. તેવામાં ખાનગી પરિવહનકારોએ ભાડા વધાર્યા પરંતુ એસ.ટી. નિગમે કોઈ ભાડું ન વધારતાં મહિને અંદાજે 60 કરોડની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે, આ ખોટ નિવારવા નિગમે 56 ટકા ભાડું વધારવાની દરખાસ્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચારેબાજુ મોંઘવારીથી પિસાતી પ્રજા પર વધુ એક બોજા - હાલમાં અનાજ, શાકભાજી, કઠોળ, ગેસ, ઈંધણની કિંમતો કુદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે ચારેબાજુ મોંઘવારીથી પિસાતી પ્રજા ઉપર વધુ એક બોજા નાખવાની તૈયારી ચાલી છે. ડિઝલમાં થઈ રહેલો સતત ભાવ વધારાની અસર એસ.ટી. નિગમ ઉપર પડી છે. કચ્છ જિલ્લામાં દરરોજ એસ.ટી. બસોને 25,000 લીટર ડીઝલની ખપત(Shortage of Diesel to ST buses) છે છેલ્લા ઘણા સમયથી ખોટમાં ચાલતી એસ.ટી.ને ડિઝલના ભાવ વધતા દર મહિને કરોડો કરોડની ખોટ પડી રહી છે. ત્યારે વહેલી તકે એસ.ટી.ના ભાડામાં 56 ટકા જેટલો વધારો કરવામાં આવે તેવી દરખાસ્ત એસ.ટી. નિગમ દ્વારા સરકારમાં કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિવાળીને ધ્યાનમાં રાખી ગુજરાત ST વિભાગ 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વધારાની 250 બસ દોડાવશે
કર્મચારીઓના હિતમાં 56 ટકા જેટલું ભાડું વધારવા કરી દરખાસ્ત - એસ.ટી.નિગમમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા સાતેક વર્ષથી ભાડું ન વધારી ખોટ કરતા રાજ્ય સરકારના સેવાના માધ્યમ સમા એસ.ટી. નિગમે કર્મચારીઓના હિતમાં 56 ટકા જેટલું ભાડું વધારવા મુખ્યપ્રધાનને પાઠવેલા પત્રમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા દરખાસ્ત કરાઈ છે. છેલ્લે વર્ષ 2011માં 17 ટકા જેટલું બસ ભાડું વધારાયું હતું પરંતુ રાજ્ય સરકારની સૂચના બાદ વર્ષ 2014માં 10 ટકાનો ઘટાડો કરાયો હતો.

ત્રણ વર્ષથી સરકાર દ્વારા નિગમને સબસિડી અપાઈ નથી - છેલ્લા ત્રણેક વર્ષથી સરકાર દ્વારા નિગમને ચૂકવવા પાત્ર રુપિયા 1700 કરોડની સબસિડી પણ ન અપાતાં નિગમના 40 હજારથી વધુ કર્મચારીના આર્થિક પ્રશ્નોનો(employee financial issues) ઉકેલ આવતો નથી અને નિવૃત્તોને સમયસર તેમના હક્કો મળતા નથી તો સરકાર દ્વારા થોડા સમય પહેલાં સ્વીકારાયેલી પગાર અને વિવિધ ભથ્થાંઓની માંગ પણ પૂરી કરવામાં આવતી ન હોવાનો ગણગણાટ કર્મચારીઓમાંથી સાંભળવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: છેલ્લા 2 વર્ષથી બંધ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા શરૂ કરવા લોકોની માંગ, મેયરે આપ્યું આશ્વાસન
કચ્છનો ખુબ જ મોટો વર્ગ પબ્લિક ટ્રાન્સપોર્ટ પર નિર્ભર - ડિઝલ, ટાયર, ટયુબ વગેરે જેવા સતત ખર્ચના લીધે નાણાંકીય નુકસાનમાં વધારો થઈ રહ્યો છે. જે સરભર કરવા માટે નિગમ દ્વારા કરાયેલી પેસેન્જર ભાડા વધારાની માંગ સ્વિકારાય તેવો પત્ર ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યપ્રધાનને પાઠવવામાં આવ્યો છે. જે આ ભાવ વધારાની દરખાસ્ત રાજ્ય સરકાર મંજુર રાખે તો પેસેન્જર ઉપર 56 ટકાનો ભાડા વધારો ઝીંકાઈ શકે છે. કચ્છમાં પણ ખુબ જ મોટો વર્ગ(major class of Kutch0 પરિવહન માટે એસટી બસો પર નિર્ભર છે ત્યારે જો આ ભાવ વધારો મંજૂર થશે તો કચ્છી પ્રવાસીઓને પણ ટિકીટ ભાડાનો મોટો બોજ સહન કરવાનો વારો આવશે.

બસના ભાડામાં વધારાની માંગ - કર્મચારી મહામંડળ દ્વારા કરાયેલી ભાડા વધારાની દરખાસ્ત મુજબ સાદી બસમાં રુપિયા 3, એક્સપ્રેસમાં રુપિયા 7, ગુર્જર નગરીમાં રુપિયા 9 અને સ્લીપર બસમાં રુપિયા 17નો વધારો કરવા માંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.ટી. નિગમ રાજ્ય સરકારનું માધ્યમ હોવાથી નફાની ભાવના ન હોય પરંતુ તેના યોગ્ય નિભાવ અને કર્મચારીઓના હિતમાં ભાડા વધારાના પગલાં ભરવામાં ન આવતાં ખોટનો ગાળો વધી રહ્યો છે. જેનો ભોગ કર્મચારીઓ બની રહ્યા છે.
દરરોજના 66,000 લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરે છે - ગુજરાત એસ.ટી. નિગમના કચ્છની વિભાગિય કચેરીના વિભાગીય નિયામક(Divisional Director of Kutch Office) વાય.કે પટેલે ETV Bharat ને માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં દરરોજ સરેરાશ 66,000 જેટલા મુસાફરો એસ. ટી. બસ મારફતે પ્રવાસ કરે છે અને એસ તો નિગમને 37 લાખ રૂપિયાની સરેરાશ રોજની આવક થઈ રહી છે ઉપરાંત 360 સેડ્યુલ પર એસ.ટી. બસો દોડે છે જેમાં 31 જેટલા રૂટ પર વોલ્વો બસની પ્રીમિયમ સર્વિસ આપવામાં આવે છે અને કુલ દરરોજની 1200 જેટલી ટ્રીપ હોય છે અને માસિક સરેરાશ 47,000 વિદ્યાર્થીઓ પાસ મારફતે બસની પ્રવાસ કરતા હોય છે.