- વાયુ યોદ્ધાઓને તમામ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા તૈયાર રહેવા સૂચવ્યું
- સ્ટેશનના કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો
- પ્રાદેશિક અને સ્થાનિક અધ્યક્ષા પણ જોડાયા હતા
કચ્છ : જિલ્લામાં કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાની સાથે એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા શ્રીમતી નિર્મલા ઘોટિયા પણ જોડાયા હતા. બેઝના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર મલુક સિંહ VSM અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા શ્રીમતી બલરાજ કૌર તેમના સ્વાગતમાં આવ્યા હતા.
![કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલે ભુજ એરફોર્સની મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-01-south-western-air-officer-commanding-in-chief-air-marshal-visited-bhuj-air-force-photo-story-7209751_27032021074503_2703f_1616811303_898.jpg)
આ પણ વાંચો : આજે ભારતીય વાયુ સેના દિવસ, જુઓ ગાજીયાબાદ હિંડન એયર ફોર્સ સ્ટેશનથી LIVE
ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તુત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું
AOC-ઈનચાર્જને તેમના આગમન સમયે ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તુત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને સ્ટેશનની વિવિધ પરિચાલન, જાળવણી અને પ્રશાસનિક પાસાઓની માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્ટેશનના તમામ યુનિટ્સ અને વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. કોઇપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેશનની પ્રવર્તમાન પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન AOC-ઈનચાર્જએ સ્ટેશનના કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદના કોચરબ આશ્રમમાં ભારતીય વાયુસેનાએ લાઈવ બેન્ડ કોન્સર્ટનું રિહર્સલ કર્યું
સરહદી દેશો સાથે ભારતના તણાવ પુર્ણ સંબધો વચ્ચે આ મુલાકાત ઘણી સુચક
પરિચાલન કાર્યો કરવા માટે જાળવણી અને પ્રશાસનિક સહાયક સેવાઓમાં તેમની ભૂમિકાની પ્રશંસા પણ કરી હતી. તમામ વાયુ યોદ્ધાઓને તમામ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે દરેક રીતે તૈયાર રહેવાનું ભારપૂર્વક કહ્યું હતું. સરહદી દેશો સાથે ભારતના સતત તણાવપુર્ણ સંબધો વચ્ચે તેમની આ મુલાકાત ઘણી સુચક માનવામાં આવે છે. ડિફેન્સ વિભાગે સત્તાવાર પ્રેસ યાદી જાહેર કરીને માહિતી આપી હતી.
![કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલે ભુજ એરફોર્સની મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-01-south-western-air-officer-commanding-in-chief-air-marshal-visited-bhuj-air-force-photo-story-7209751_27032021074503_2703f_1616811303_523.jpg)