કચ્છઃ ગુજરાત રાજ્યમાં આગાહી મુજબ સીવીયર કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે અને સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે.રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં(Severe Cold Wave in Gujarat 2021) સતત ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો ઠંડીનો (Weather forecast for cold)અહેસાસ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યના શિતમથક નલિયા ખાતે 5.8 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે.
ભુજમાં સવારથી ઠંડીનો ઠાર યથાવત
ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા (Gujarat Meteorological Department )મળી રહ્યું છે. રાજ્યના શિતમથક નલિયામાં આજે 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તો બીજી બાજુ જિલ્લા મથક ભુજ ખાતે પણ સવારથી જ ઠંડીનો ઠાર યથાવત જોવા મળ્યો છે અને સવારના ભાગમાં લોકોએ ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.ભુજમાં 11.6 તથા કંડલા ખાતે પણ 11.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 9.7 ડિગ્રી |
ગાંધીનગર | 6.5 ડિગ્રી |
રાજકોટ | 11.3 ડિગ્રી |
સુરત | 14.0 ડિગ્રી |
ભાવનગર | 11.4 ડિગ્રી |
જૂનાગઢ | 12.0 ડિગ્રી |
બરોડા | 10.4 ડિગ્રી |
નલિયા | 5.8 ડિગ્રી |
ભુજ | 11.06 |
કંડલા | 11.1 |
આ પણ વાંચોઃ Vishwakarma Award 2021: 60 કરોડના ખર્ચે બનશે વિશ્વકર્મા ધામ, હશે આ સુવિધાઓ
આ પણ વાંચોઃ High Court notice to Dholera: ધોલેરા SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીને હાઇકોર્ટની નોટિસ