લોકસભાની ચૂંટણીના માહોલવચ્ચે 2015માંચુંટણીઓના મનદુખ અને ઝઘડામાં થયેલા આ હત્યા કેસની વિગતો મુજબ28જૂન 2015નાં રોજ કાળી તલાવડી ગામના સીમાડે આવેલી વાડીમાં રણધીરભાઈ બેચુભાઈ બરાડીયાની હત્યા કરી દેવામાં આવીહતી.ભાજપનાકાર્યકર એવા રણધીરભાઈ ગામમાં સરપંચ તરીકે બીનહરિફ ચૂંટાયા હતા. કાર્યકાળ પૂર્ણ થયા બાદ ગ્રામપંચાયતની ચૂંટણીમાં તેમણે સરપંચપદની પેનલમાં તેમના સમર્થકોને ઉભા રાખ્યા હતા જેથીચૂંટણી દરમિયાન કોંગ્રેસના સમર્થક પ્રતિસ્પર્ધી જૂથ સાથે વેર થયુંહતું. કાળી તલાવડીના રાધુ ગોવિંદ ડાંગર, તેના ભાઈ રમેશ ગોવિંદ ડાંગર અને રાધુના બે પુત્રો પ્રકાશ-પ્રવિણે આ મુનદુખને લઇને હત્યાને અંજામ આપ્યો હતો.
બનાવના દિવસેરણધીરભાઈ તેમનીકાર લઈ નિત્યક્રમ મુજબ માધાપરથીપોતાની વાડીએ ગયાહતા. આરોપીઓએ અગાઉ નક્કી કરેલાં ષડયંત્ર મુજબ તલવાર, છરી અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે રણધીરભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં રણધીરભાઈને ગંભીર ઈજાઓ થતાતેમનું મોત નીપજ્યું હતું. હત્યાબાદ રાધુ ડાંગર અનેતેમનો પુત્ર પ્રકાશ નાસી ગયાહતા. ત્યાર બાદપ્રકાશે તેના કપડાંસળગાવીનેપુરાવાનો નાશ કર્યો હતો.
આ જ રીતે અન્ય આરોપીઓ પણ સ્થળ પરથી નાસી છૂટ્યાં હતા. જો કે, નજીકમાં વાડી ધરાવતો રણધીરભાઈનો 24 વર્ષિય ભત્રીજો અરવિંદ રવજી બરાડીયા ઘટનાસ્થળેઆવ્યો હતો અને આરોપીઓને હથિયારો સાથે નાસી જતાં નજરે નિહાળ્યા હતા. જેના પગલે અરવિંદે ચાર અજાણ્યા સહિત કુલ 8 લોકો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. જે ફરીયાદના આધારે સેશન્સકોર્ટે આજે ચુકાદો આપ્યો હતો અને ચાર આરોપીનેઆજીવન કારાવાસની સજા ફટકારી હતી.