ETV Bharat / state

Secure Nature Society દ્વારા માંડવીના ટોપણસર તળાવના કચરાનો નિકાલ કરાયો - માંડવી ટોપણસર તળાવ

માંડવીમાં સારા વરસાદના પગલે શહેરના હૃદય સમાન ટોપણસર તળાવ પાણીથી ભરાઇ ગયું છે. તળાવમાં નવા નીરની સાથે માછલીઓ પણ આવી હતી અને તળાવમાં અતિશય પ્લાસ્ટીકનો કચરો, કાચની બોટલો જમા થઈ ગઈ છે. જે માછલીઓ અને પશુઓ માટે અતિ હાનિકારક સાબિત થઈ શકે એમ હોવાથી તળાવ અને આસપાસના કચરાને દૂર કરવા માટે માંડવી શહેરના યુવાનો આગળ આવ્યા છે.

Secure Nature Society દ્વારા માંડવીના ટોપણસર તળાવના કચરાનો નિકાલ કરાયો

author img

By

Published : Oct 13, 2021, 10:41 AM IST

Updated : Oct 18, 2021, 6:59 PM IST

  • મેઘમહેર થયા બાદ માંડવીના ટોપણસર તળાવમાં નવા નીર સાથે મોટા પ્રમાણમાં કચરો એકઠો થયો
  • Secure Nature Societyના સભ્યો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું
  • લોકોને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરાઇ

કચ્છ : કચ્છ જિલ્લામાં ચાલુ સીઝનમાં 100 ટકાથી પણ વધારે વરસાદ વરસ્યો છે. ત્યારે અગાઉ દુષ્કાળની ભીતિ સેવાઈ રહી હતી, તેની વચ્ચે માંડવીમાં મેઘમહેરથી શહેરનું ટોપણસર તળાવ છલકાઈ જતા શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. તળાવમાં આવેલા નવા નીરમાં માછલીઓનું પણ આગમન થયું, તેની સાથે હજારો કિલો પ્લાસ્ટિકનો કચરો પણ તણાઈ આવ્યો હતો. જે માંડવીના Secure Nature Societyના મેમ્બર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરીને દૂર કરવામાં આવ્યું હતું.

Secure Nature Societyના સભ્યો દ્વારા 79 જેટલી જગ્યાએ સફાઈ કરાઇ

માંડવી શહેરના Secure Nature Societyના સભ્યો દ્વારા દર રવિવારે કુદરતી સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે અને અત્યાર સુધીમાં આ સભ્યો દ્વારા 79 જેટલી જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી છે.અને આ ગ્રુપ સાથે અત્યાર સુધીમાં 1000 થી 2000 જેટલા લોકો આ કામમાં જોડાયા છે.

Secure Nature Society દ્વારા માંડવીના ટોપણસર તળાવના કચરાનો નિકાલ કરાયો

50થી વધુ સભ્યો જોડાઈને કચરાનો નિકાલ કર્યો

Secure Nature Societyના સભ્યો, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા, માંડવી નગર સેવા સદન અને બ્લૂ સ્ટાર વોટર સ્પોર્ટ્સએ સાથે મળીને એક મેગા સફાઈ અભિયાન હાથ ધરી ટોપણસર તળાવમાંથી ભારે માત્રામાં કચરો એકઠો કરીને તેનો નિકાલ કર્યો હતો. માંડવીના પ્રખ્યાત ટોપણસર તળાવ ખાતે યોજાયેલા આ સફાઈ અભિયાનમાં 50થી વધુ સેવાભાવી લોકો જોડાયા હતા.

મોટી માત્રામાં કચરો એકઠો કરાયો

આ સફાઈ અભિયાનમાં ટોપણસર તળાવમાં એક બોટ મારફતે તળાવમાં જમા કચરાને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ તળાવમાં રહેલાં 2 કૂવાઓમાં રહેલા કચરાને પણ દૂર કરવામાં આવ્યો હતો. એક ટ્રેકટર ભરાઈ ગયું એટલો કચરો ટોપણસર તળાવ તથા તેની આસપાસમાંથી એકઠો કરવામાં આવ્યો હતો.

પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરાઇ

આ સફાઈ અભિયાનમાં જોડાયેલા યુવાનોએ પ્રવાસીઓ અને સહેલાણીઓને અપીલ કરી હતી કે, એક બાજુ આપ સૌ માછલીને લોટ આપીને પુણ્ય કમાઓ છો તો બીજી બાજુ પ્લાસ્ટીકનો કચરો તળાવમાં ફેંકીને આપ પાપ કરી રહ્યા છો. માટે આપ કોઈ પણ સ્થળે ફરવા જાઓ તો કચરો જ્યાં ત્યાં ના ફેંકો કારણ કે ઘણી જગ્યાઓ એવી છે ક્યાં કચરો એકઠો કરી શકાતુ નથી. અને આ કચરો સડીને જીવ સૃષ્ટિને નુકસાન કરે છે. આમ,Secure Nature Societyના સભ્યો દ્વારા આ સફાઈ અભિયાન હાથ ધરીને કુદરત અને માંડવી શહેરને એક નાનકડી સ્વચ્છતાની ભેટ આપી હતી તથા લોકોને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો : Mumbai Cruise Drugs Case: આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી

આ પણ વાંચો : આજની પ્રેરણા

Last Updated : Oct 18, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.