ETV Bharat / state

Sardar Post CRPF : 1965ની એ રાત્રે પાકિસ્તાની સૈન્યએ ખાવડા બોર્ડર પર હુમલો કર્યો ત્યારે શું બનેલું? જાણો વીર શહીદોના સ્મારકની વાત - કચ્છ ખાવડા બોર્ડર

1965માં પાકિસ્તાની સેનાના હુમલામાં સીઆરપીએફના 6 જવાન શહીદ થયાં હતાં. જેમની અનોખી વીરતાને યાદ રાખવા બનાવાયેલા ખાવડા બોર્ડર પાસેના સરદાર પોસ્ટ સ્મારક (Sardar Post CRPF) અને તેના ઇતિહાસ (1965 India Pakistan War) વિશે જાણો આ અહેવાલમાં.

Sardar Post CRPF : 1965ની એ રાત્રે પાકિસ્તાની સૈન્યએ ખાવડા બોર્ડર પર હુમલો કર્યો ત્યારે શું બનેલું? જાણો વીર શહીદોના સ્મારકની વાત

author img

By

Published : Dec 31, 2021, 6:21 PM IST

કચ્છઃ એપ્રિલ 1965માં પાકિસ્તાની સેનાએ (1965 India Pakistan War) ભારતની સીમા પર સ્થિત એક સૈનિક ચોકી પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ભારતીય સીમા ક્ષેત્ર પર કબજો મેળવવા માટે પાકિસ્તાની સેનાએ ઓપરેશન ડેઝર્ટ હોક - 1 શરૂ કર્યો હતો અને ભારતીય સીમામાં પ્રવેશીને ભારતના સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો આ હુમલામાં ભારતીય સેનાના 6 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા તેમની યાદમાં ખાવડા બોર્ડર (Khavda Border Kutch) પાસે સરદાર પોસ્ટ નામનું સ્મારક (Sardar Post CRPF) બનાવવામાં આવ્યું છે.

પાકિસ્તાનના 3500 સૈનિક ચડાઇ લઇ આવ્યાં

9 એપ્રિલ 1965ના રોજ વહેલી સવારે 3 વાગ્યે પાકિસ્તાનની એક બ્રિગેડ કે જેની નફરી એટલે કે 3500 જેટલા પાકિસ્તાની સૈનિકો હતાં. તેઓએ પોતાની સંપૂર્ણ તાકાતની સાથે રણ ઓફ કચ્છની સરદાર તથા ટોક પોસ્ટ પર હુમલો (1965 India Pakistan War) કર્યો હતો. જેની સુરક્ષા માટે અહીં સીઆરપીએફના જવાનો તહેનાત હતાં. સીઆરપીએફના વીર બહાદુર જવાનોની નાનકડી ટુકડીએ પાકિસ્તાની બ્રિગેડના સૈનિકો સાથે લગાતાર 15 કલાક લડત આપીને દુશ્મનોને પરાજીત (Sardar Post CRPF) કર્યાં હતાં.

ભારતીય સૈન્યની નાનકડી ટુકડીના શૌર્યનું સ્મારક છે સરદાર પોસ્ટ

પાકિસ્તાનના 34 જવાનોના મોત અને 4 જીવતા પકડ્યાં

આ યુદ્ધમાં (Khavda Border Kutch) પાકિસ્તાની સેનાના 34 જવાનનું મૃત્યુ થયું હતું અને 4 જવાનોને જીવિત પકડવામાં આવ્યા હતાં. આ કાર્યવાહીમાં ભારતીય સેનાના સીઆરપીએફના 6 જવાનો શહીદ થયા હતાં અને 19 જેટલા જવાનો પાકિસ્તાનીઓ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. સીઆરપીએફના જવાનોની બહાદુરીની પ્રસંશા દરેક જગ્યાએ થવા લાગી. દુનિયાના ઇતિહાસમાં આ એક પ્રથમ ઘટના હતી જેમાં કોઈ અર્ધ સૈનિક બળની કોઈ નાની ટુકડીએ ન માત્ર પાકિસ્તાનની પૂરી બ્રિગેડ (Sardar Post CRPF) સામે સામનો (1965 India Pakistan War) કર્યો પરંતુ દુશ્મન દેશની જાનમાલની નુકસાની પણ કરી અને દુશ્મન દેશના જવાનોને જડબાતોડ જવાબ આપી પીછેહટ કરવા માટે મજબૂર પણ કર્યું.

આ પણ વાંચોઃ શું તમે 1965 અને 1971ના ભારત-પાકના યુદ્ધમાં લાપતા 54 સૈનિકોની હાલત જાણો છો..?

સીઆરપીએફના જવાનોની નાની ટુકડીએ પાકિસ્તાનના 3500 જવાનોનું મનોબળ તોડ્યું

યુદ્ધ પૂર્ણ થયાના બીજી સવારે કર્નલ કેશવ એસ. પુનતેબાકરે આ સ્થળનું (1965 India Pakistan War) હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે ઉપરથી સાફ દેખાઈ રહ્યું હતું કે દુશ્મનોને આ યુદ્ધમાં ઘણું નુકસાન પહોંચ્યું હતું અને શાયદ તેના લીધે જ તેમનું મનોબળ તૂટી ગયું હશે અને તે ભારતીય સીમાની પોસ્ટ (Khavda Border Kutch) પર કબ્જો નહોતા મેળવી શક્યાં. ઉપરાંત હેરાનીની વાત એ છે કે પાકિસ્તાનની પૂરી એક બ્રિગેડ હતી છતાં પણ તે સીઆરપીએફના જવાનોની એક નાનકડી ટુકડીને તેમની પોસ્ટ (Sardar Post CRPF) પરથી ન હટાવી શકી અને એ પણ ત્યારે જ્યારે પાકિસ્તાનીઓ પાસે તોપખાના પણ હતાં. સીઆરપીએફના જવાનોની મિડિયમ મશીનગનોએ ખૂબ સારી રીતે દુશ્મનોને જવાબ આપ્યો અને પાકિસ્તાનીઓ પર ગોળીબારી કરીને પાકિસ્તાની બ્રિગેડને એટલું નુકસાન પહોંચાડ્યું કે તેમને લડાઈ ચાલુ રાખવાનો વિચાર પણ છોડી દીધો.

આ પણ વાંચોઃ VIJAY DIWAS 2021 : આજથી 50 વર્ષ પહેલા ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું

શહીદ જવાનોની યાદમાં શહીદ સ્મારક સ્થપાયું

પાકિસ્તાનની બ્રિગેડના આ હુમલામાં (1965 India Pakistan War) ભારતીય સેનાના સીઆરપીએફના જે 6 જવાનો શહીદ થયા હતાં. તેમની યાદમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર (Khavda Border Kutch) પર એક સરદાર પોસ્ટ કરીને એક સ્મારક (Sardar Post CRPF) બનાવવામાં આવ્યું છે. આ સ્મારક પર અહીં તહેનાત બીએસએફના જવાનો દરરોજ અહીં શહીદોને નમન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.