ETV Bharat / state

Republic day 2023: PMના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનમાં વધુ એક આકર્ષણ, 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ - 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાયો

કચ્છ ખાતે આવેલા સ્મૃતિવનમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું છે. તેના પ્રાંગણમાં કચ્છનો સૌથી ઊંચો 100 ફૂટ ઊંચાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. 8 ઓગસ્ટ 2022ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

national flag was hoisted at Kutch Smritivan

author img

By

Published : Jan 26, 2023, 2:13 PM IST

સ્મૃતિવનમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું

કચ્છ: 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસે 2001ના ભૂકંપમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમની યાદમાં બનાવવામાં આવેલ સ્મૃતિવન પાસેના પ્રાંગણમાં કચ્છનો સૌથી ઊંચો 100 ફૂટ ઊંચાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. આ 100 ફૂટ ઊંચા રાષ્ટ્રીય ધ્વજ લહેરાયા બાદ સ્મૃતિ વનનું આકર્ષણ પણ વધી જશે. ઉલ્લેખનીય છે કે 4 માસમાં જ 2.80 લાખથી વધુ પ્રવાસીઓએ આ સ્મારકની મુલાકાત લીધી છે.

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ
470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ: ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે જેમાં 3 લાખ વૃક્ષો છે. તે સિવાય 50 ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મુકવામાં આવી છે. તે સિવાય સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો republic day 2023: કમલમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ધ્વજવંદન કર્યું: કહ્યું, દેશના લોકો લોકશાહિ માટે સમર્પિત છે

ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર: 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હરપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો ચાલો એક થઈને આગળ વધીએઃ પ્રજાસત્તાક દિવસ પર PMનો સંદેશ

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે: કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, ભૂકંપમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જ્યાં આજે ધ્વજવંદન કાર્યક્રમ તો યોજાયો સાથે સાથે વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું છે અને નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા અહીં 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે.પ્રવાસીઓ માટે પણ આ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.