કચ્છના ગાંધીધામના કીડાના ખાતે કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, નાગરિકતા બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે ભારતીય સંસ્કૃતિને આગળ વધારી છે. જે નાગરિકોએ ભારતનું શરણ લીધું છે. તે શરણાર્થીઓને દેશનું નાગરિકત્વ મળવાનું છે. આ બિલથી ભારતના કોઈ પણ નાગરિકને નુકસાન થવાનું નથી, ચોક્કસ ફાયદો થવાનો છે. તેમજ જે શરણાર્થીઓએ એકત્રિત થઇને મોદીજીનું અભિવાદન કર્યું છે. આ અભિવાદનને સ્વીકારી તેઓએ શરણાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
બીજીતરફ, આ બિલ મુદ્દે જે વિરોધ થઈ રહ્યો છે. તે મુદ્દે તેમણે કહ્યું હતું કે, આ રાજકીય પ્રેરીત છે. ભારતની શરણે આવેલા લોકોનું રક્ષણ કરવું એ ભારતની પરંપરા છે. તેમજ મોદીજીના આ નિર્ણયને લોકો આવકારી રહ્યાં છે.