કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ, રજીસ્ટાર અને સ્ટાફ ઘટના મામલે કોંગ્રેસ નેતા અને પૂર્વ સેનેટ સભ્ય રમેશ ગરવાએ ભાજપ સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણએ આક્ષેપ કર્યા હતા કે, રાજ્ય સરકાર કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ અને પ્રોફેસર ભરતી કરવા માંગતી નથી. કચ્છ યુનિવર્સિટી સંલગ્ન મોટા ભાગની કોલેજમાં સ્ટાફ અને પ્રોફેસર ઘટ સતાવી રહી છે. જેથી કોંગ્રેસના નેતા કચ્છ યુનિવર્સિટીની ખરાબ હાલત પાછળ રાજ્ય સરકાર અને કચ્છની નબળી નેતાગીરીને જવાબદાર ઠેરવી રહ્યા છે.
ભાજપના નેતા અને કચ્છ યુનિવર્સિટીના સેનેટ સભ્ય શ્રવણસિંહ સિંહ વાઘેલાએ પણ સ્ટાફ ઘટ અંગે રાજ્યના શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં સરકાર દ્વારા કાયમી કુલપતિ અને રજીસ્ટારની ભરતી કરવામાં આવતી નથી. તેમનું માનવું છે કે, કચ્છના તમામ સમાજના લોકો એકસાથે આંદોલન કરવો જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા કાયમી કુલપતિ અને રજીસ્ટાર નોમિનેશન કરવામાં આવ્યા નથી. પરિણામે કચ્છ યુનિવર્સિટી વહીવટ ઇન્ચાર્જ હવાલે ચાલી રહ્યો છે અને તેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર જોવા મળી રહી છે.