ETV Bharat / state

નખત્રાણા ગ્રામ પંચાયતની અનોખી પહેલ: હેલ્પલાઇન નંબર દ્વારા ગામની સમસ્યાઓનો ઝડપી ઉકેલ - KUTCH DAILY UPDATES

કચ્છ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં એક હેલ્પલાઇન દ્વારા ગામજનોની સમસ્યા દૂર કરવામાં આવી રહી છે.

નખત્રાણા ગ્રામ પંચાયતની અનોખી પહેલ
નખત્રાણા ગ્રામ પંચાયતની અનોખી પહેલ
author img

By

Published : Jun 19, 2021, 11:29 AM IST

Updated : Jun 19, 2021, 2:28 PM IST

  • નખત્રાણા ગ્રામ પંચાયતની અનોખી પહેલ
  • સખી મંડળ દ્વારા હેલ્પલાઇન નંબર( HELPLINE NUMBER ) દ્વારા સમસ્યાઓ દૂર કરવામાં આવી રહી છે
  • ગામજનો સમસ્યા ઝડપથી દૂર કરવામાં આવી રહી છે

કચ્છ: નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા સખી મંડળને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં સખી મંડળ( SAKHI MANDAL )ની મહિલાઓ દ્વારા ગ્રામજનો દ્વારા જણાવવામાં આવતી સમસ્યાઓનો ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા જેમ બની શકે તેમ ઝડપી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

સખી મંડળ દ્વારા ફોન મારફતે ફરિયાદની નોંધણી

નખત્રાણા ગામમાં રહેતા લોકોને પાણી, ગટર, રોડ, લાઈટ, સફાઇ વગેરે અંગેના જે કઈ સમસ્યાઓ હોય તે હેલ્પલાઇન નંબર મારફતે ફોન પર જણાવવામાં આવે છે અને સખી મંડળ દ્વારા તેની નોંધણી કરવામાં આવે છે. ત્યાર બાદ સરપંચ, તલાટી અને ગ્રામ પંચાયતના અન્ય સ્ટાફના લોકો દ્વારા સમસ્યા દૂર કરવા માટે કાર્ય કરવામાં આવે છે. જે લોકો પહેલા ગ્રામ પંચાયતમાં રૂબરૂ આવીને સમસ્યા અંગે ફરિયાદ નોંધાવતા હતા અને 3-4 દિવસ સુધી એ સમસ્યા દૂર થતી ન હતી. જ્યારે હવે હેલ્પલાઇન શરૂ કર્યા બાદ બની શકે તેમ ઝડપી એ જ દિવસે સમસ્યા દૂર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અરવલ્લીના મેઘરજ ખાતે 2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું

સમસ્યા દૂર કર્યા બાદ અભિપ્રાય લેવામાં આવે છે

છેલ્લા 4 મહિનામાં હેલ્પ લાઈન નંબર પર 800 જેટલા કોલ આવ્યા છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર દ્વારા સમસ્યા દૂર કર્યા બાદ ફરિયાદીને કાર્ય અંગેના ફોલોઅપ લેવામાં આવે છે અને અભિપ્રાય પણ લેવામાં આવે છે. ગામમાં રહેતા સ્થાનિક દીક્ષિત ગોસ્વામીએ ETV bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મે હેલ્પલાઇન નંબર દ્વારા મારી સમસ્યા જણાવી હતી અને થોડાક સમયમાં જ મારી સમસ્યા દૂર કરવામાં આવી હતી અને આ હેલ્પલાઇન નંબર સમસ્યાના નિવારણ માટે ખૂબ જ ઉપયોગી છે.

આ પણ વાંચો: જુનાગઢ માળીયા હાટીના ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં મોટે પાયે ભંગાણ

જાણો શું કહ્યું ક્લસ્ટર કોર્ડીનેટરે?

સ્વચ્છ ભારત અભિયાન( Swachh Bharat Mission )તથા સખી મંડળના ક્લસ્ટર કોર્ડીનેટર ફઝીલા લંઘાએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમને જે કોઈ ફરિયાદો આવે છે તે ઓછામાં ઓછાં 3 દિવસની અંદર દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને સમસ્યા દૂર કર્યા બાદ ફોલોઅપ પણ લેવામાં આવે છે.

જાણો શું કહ્યું તલાટીએ?

નખત્રાણાના તલાટી રમેશ માલીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને આ હેલ્પલાઇન દ્વારા સમસ્યાઓ દૂર કરવામાં સારી એવી સફળતા મળી રહી છે.

Last Updated : Jun 19, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.