ક્ચ્છ : કોરોના કોવિડ-19ના કારણે કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વાહનો મારફતે લોકો આવી રહ્યાં છે. જેમાં સુરજબારી ચેક પોસ્ટ અને આડેસર ચેક પોસ્ટ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રાપર તાલુકાના આડેસર ખાતે પોલીસ અને આરોગ્ય વિભાગની ચેક પોસ્ટ પરથી ઉતર ગુજરાત, રાજસ્થાન, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારમાંથી દરરોજ 450 જેટલા ખાનગી વાહનો જિલ્લાની અંદર પહોંચી રહ્યાં છે. આવી જ સ્થિતિ કચ્છના સામખિયાળી ચેકસપોસ્ટ પર જોવા મળી રહી છે.
કચ્છની બન્ને ચેકપોસ્ટ પર ખાનગી વાહનોની કતારો, તંત્ર દ્વારા સતત કામગીરી - checkposts
લોકડાઉન પાર્ટ 4ના અમલીકરણ સાથે કચ્છમાં આવવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે. સોમવારે પણ એટલી લાઈનો આડેસર અને સાખમિયાળી ચેકપોસ્ટ પર લાગી હતી. તંત્ર દ્વારા આરોગ્ય પરીક્ષણ સાથે લોકોને અંદર આવવા દેવામાં આવે છે. જયારે રેડઝોન અને અન્ય રાજયમાંથી આવતા લોકોને સરકારી કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે.