કચ્છઃ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga ) સમગ્ર દેશભરમાં 13ઓગષ્ટથી 15ઓગષ્ટ સુધી યોજાનાર છે. હર ઘર તિરંગા અભિયાનમે દેશભક્ત લોકો જુદી જુદી રીતે પોતાનો દેશપ્રેમ દર્શાવી રહ્યા છે. કચ્છના ગાંધીધામ ખાતેના BSFની 3જી બટાલિયન (Gandhidham BSF Battalion)દ્વારા હર ઘર તિરંગા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું કરાયું આયોજન
BSF બટાલિયનની 5 કિલોમીટરની ડ્રાઇવ - આગામી 15મી ઓગસ્ટે રાષ્ટ્ર તેમનું સ્વતંત્ર પર્વ મનાવવા જઈ રહ્યું છે, ત્યારે હર ઘર તિરંગા મહાઅભિયાન શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે તે માટે તિરંગા અભિયાન શરૂ કરાયું છે. ગાંધીધામની બીએસએફની 3જી બટાલિયનના જવાનો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારના 7:00 વાગ્યાથી 8:10 વાગ્યા સુધી રોટરી સર્કલથી હીરાલાલ ચોક સુધી જન જાગૃતિ માટે 5 કિલોમીટરની( BSF at Gandhidham)વોકેથોન ડ્રાઇવ યોજવામાં આવી હતી.
આ પણ વાંચોઃ હર ઘર તિરંગાનો અનોખો ઉત્સાહ, યુવાઓમાં જાગી ખાદીના તિરંગા ખરીદવાની હોડ
લોકોમાં દેશભક્તિની ભાવના પેદા કરવાનો ઉદ્દેશ્ય -લોકોને ભારતની આઝાદીના 76માં વર્ષ નિમિત્તે તિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા જન જાગૃતિ કાર્યક્રમમાંમાં 3 ઓફીસર 12 SO'S અને 52 જવાનો સહિત કુલ 67 જવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના પેદા કરવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.