ETV Bharat / state

સાત વર્ષની પ્રિશાએ માત્ર 9 મિનિટ અને 7 સેકન્ડમાં સંપૂર્ણ શિવ મહિમ્ન સ્તોત્ર રજૂ કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ અંકિત કર્યું - Shiva Mahimna Stotra

મન હોય તો માળવે જવાય આ ઉક્તિને સાર્થક કરતું કાર્ય ભુજની 7 વર્ષની બાળાએ કરી બતાવ્યું છે. 7 વર્ષની પ્રિશા સચિન ઠક્કરે સંપૂર્ણ શિવ મહિમ્ન સ્તોત્ર કંઠસ્થ કર્યો અને 9 મિનિટ અને 7 સેકન્ડમાં શિવ મહિમ્ન સ્તોત્ર રજૂ કર્યો અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પોતાનું નામ અંકિત કર્યું છે.

પ્રિશા સચિન ઠક્કર
પ્રિશા સચિન ઠક્કર
author img

By

Published : Aug 27, 2021, 4:15 PM IST

  • માત્ર 9 મિનિટ અને 7 સેકન્ડમાં સંપૂર્ણ શિવ મહિમ્ન સ્તોત્ર રજૂ કરીને નોંધાવ્યો રેકોર્ડ
  • લોહાણા સમાજની બાળકીએ કર્યુ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ અંકિત
  • 7 વર્ષની પ્રિશા સચિન ઠક્કરે સંપૂર્ણ શિવ મહિમ્ન સ્તોત્ર કંઠસ્થ કર્યો

કચ્છ- કોરોનાની મહામારી અને લોકડાઉનના સમયનો સદઉપયોગ કરવા ગત શ્રાવણ મહિનામાં પ્રિશાના મોટા પપ્પા દેવાંગભાઈ અને એમની માસી અલ્પાબેનને વિચાર આવ્યો કે, આપણને જે શિવ મહિમ્ન આવડે છે, એ જ બીજ રૂપી મહિમ્ન આપણે આપણી દીકરીને શીખવીએ તો! આ વિચાર રજૂ કરતાં જ, તેની માતા હેતલબેને વિચાર કરતાની સાથે જ દીકરી પ્રિશાને શીખાડવાનું શરૂ કર્યું હતું.

પ્રિશા સચિન ઠક્કર

આ પણ વાંચો- લુધિયાણામાં 14 વર્ષીય શિક્ષિકા, 1000 શિક્ષકોને આપે છે તાલીમ

સંપૂર્ણ પાઠ શીખતા પ્રિશાને બાર મહિનાનો સમય લાગ્યો

લગભગ સંપૂર્ણ પાઠને શીખવતા પ્રિશાને બાર મહિનાનો સમય લાગ્યો. કેમકે સંસ્કૃત જ્યાં વાંચતા કે લખતા સાત વર્ષની બાળાને ન આવડતું હોય ત્યાં કેમ શીખવવું એ થોડુંક કઠિન હતું, પણ પ્રિશાએ આ કઠિન કામને પણ સરળ બનાવીને એમના પરિવારને કિર્તીમાન ગૌરવ અપાવ્યું છે.

સાત વર્ષની પ્રિશા
સાત વર્ષની પ્રિશા

માતાના અથાગ પુરુષાર્થથી પ્રિશાએ શિવ મહિમ્ન કંઠસ્થ કર્યો

ભુજની દીકરી પ્રિશા સચીન ઠક્કરે પરિવારની પ્રેરણાથી શિવ મહિમ્નના સંપૂર્ણ પાઠને એમની માતા હેતલબેનના અથાગ પુરુષાર્થથી કંઠસ્થ કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પોતાનું નામ અંકિત કર્યું છે. ભુજના જડેશ્વર મહાદેવ મંદિર સુરલભિટ્ટ મધ્યે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના સીનિયર જજ મિલન સોની તેમજ દેવ્યાની સોની તેમજ તુષાર મહારાજની હાજરીમાં શિવ મહિમ્નના 44 શ્લોક અને દરેક શ્લોકમાં 4 પંક્તિ કે જે 9 મિનિટ 7 સેકન્ડમાં રજૂ કરી પોતાના નામે આ કીર્તિમાન રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ

આ પ્રસંગે પરિવારના દાદી-દાદા ભારતીબેન અશ્વિનભાઈ ઠક્કરે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ત્યાં નગ૨પતિ ઘનશ્યામ ઠક્કરે હાજર રહીને લોહાણા સમાજની દીકરી પ્રિશાની પ્રતિભા જોઈ અને સન્માનિત કરી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી.

સાત વર્ષની પ્રિશા
સાત વર્ષની પ્રિશા

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય કર્યું

પવિત્ર શ્રાવણ માસનું હિન્દુ સંસ્કૃતિમાં અતિ મહત્વનું સ્થાન રહેલું છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ આ મહિનામાં વિશેષ શિવ આરાધના કરતા જોવા મળે છે, ત્યારે આ સિદ્ધિથી પ્રિશાએ ભારતીય સંસ્કૃતિ જે વિલુપ્ત થઈ રહી છે એને ઉજાગર કરવા અને આવનારી નવી પેઢીને યોગ્ય દિશા મળે એ માટેની પહેલ કરી છે.

હું મારા માટે ગૌરવ અનુભવું છું: પ્રિશા

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પોતાનું નામ અંકિત કરનાર પ્રિશા ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મે આ શ્રાવણ મહિનામાં સંપૂર્ણ શિવ મહિમ્ન સ્તોત્ર કંઠસ્થ કરીને 9 મિનિટ અને 7 સેકન્ડમાં બોલી છે અને મે મારું નામ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં અંકિત કર્યું છે અને હું મારા માટે ગૌરવ અનુભવું છું.

સાત વર્ષની પ્રિશા
સાત વર્ષની પ્રિશા

આ પણ વાંચો- રેસલર સોનાલી માંડલીની સંઘર્ષભરી ગાથા, જુઓ વિશેષ અહેવાલ...

મને, અમારા પરિવારને તથા ભુજના તમામ લોકોને પ્રિશા પર ગૌરવ છે- પ્રિશાની માતા

પ્રિશાના આ કીર્તિમાન અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં માતા હેતલબેન ઠક્કરે જણાવ્યું હતું કે, મારી દીકરી પ્રિશાએ પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં અંકિત કર્યું છે જેનાથી મને, અમારા પરિવારને તથા ભુજના તમામ લોકોને તેના પર ગૌરવ છે. પ્રિશાના મોટા પપ્પા અને એના માસીને વિચાર આવ્યો કે, આપણને જે શિવ મહિમ્ન સ્તોત્ર આવડે છે. જેમાં 44 શ્લોક અને દરેક શ્લોકમાં 4 પંકિત છે તે આપણે પ્રિશાને કંઠસ્થ કરાવીએ.

સાત વર્ષની પ્રિશા
સાત વર્ષની પ્રિશા

દરેક વાલીઓ પોતાના બાળકોના ટેલેન્ટ વિશે જાણે: પ્રિશાના માતા

માતાએ વધુમાં જણાવ્યું કે, મને પણ મારી દીકરી પર વિશ્વાસ હતો કે, તે કરી જ શકશે. કારણકે પ્રિશા જ્યારે નર્સરીમાં હતી ત્યારે જે પ્રમાણે વેલકમ સ્પીચ આપી હતી તેના પરથી મને એવું લાગ્યું કે, ના પ્રિશામાં ટેલેન્ટ છે અને તે કરી બતાવશે. આમાં પરિવારે પણ પૂર્ણ સહયોગ આપ્યો અને ગયા વર્ષના શ્રાવણ માસથી તેને શિવ મહિમ્ન સ્તોત્ર શિખવાડવાનું શરૂ કર્યું હતું અને આ શ્રાવણ મહિનામાં તેણે આ સંપૂર્ણ શિવ મહિમ્ન સ્તોત્ર કંઠસ્થ કરીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ ઉપરાંત દરેક વાલીઓને અપીલ છે કે, પોતાના બાળકો પાછળ મહેનત કરે અને તેમના બાળકોમાં જે ટેલેન્ટ છે તેને જાણે, વિચારે અને સમજે અને એજ દિશામાં બાળકોને આગળ વધવા પ્રોત્સાહન આપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.