- અમે બન્નીમાં ઘાસ ઉગાડી જમીનને બંજર બનતા અટકાવશું: વડાપ્રધાન
- સુકી અને બંજર જમીન અંગેની બેઠકમાં કચ્છમાં કરેલી કામગીરી વિશ્વ સમક્ષ રજૂ કરાઇ
- બન્ની વિસ્તારમાં ઘાસીયા મેદાનોને પુનઃજીવિત કરવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે
કચ્છ: બન્ની માલધારીઓનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે, સમયાંતરે અહિં દુષ્કાળની સ્થિતિ અનુભવાય છે. જેથી બન્ની વિસ્તારમાં ઘાસીયા મેદાનોને પુનઃજીવિત ક૨વા અર્થે મુખ્પ્રધાને ગત વર્ષે જાહેરાત કરી હતી. જે અનુસંધાને ચાલુ વર્ષે 3,500 હેકટર ભાગમાંથી ગાંડોબાવળ કાઢી જમીનને નવસાધ્ય ક૨વાનું કામ ચાલી હહ્યું છે. આ ભુમીને હજી વધારે સુંદર રીતે ભવિષ્યમાં વિકાસ કરી શકાય તેવી શકયતાઓ પેદા થઈ છે.
આ પણ વાંચો: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા બન્ની વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો આદેશ
9 લાખ કિલો ઘાસનો જથ્થો બન્ની વિભાગના ગોદામમાં સંગ્રહ કરવામાં આવ્યો
ગત બે વર્ષથી બન્ની વિસ્તારમાં ઘાસ એકત્રીકરણની કામગીરી કરવામાં આવતા કુલ ઘાસ 9 લાખ કિ.ગ્રા. એકત્રીત કરી બન્ની વિભાગના ગોદામોમાં સંગ્રહ કરવામાં આવ્યું છે. જે ભવિષ્યમાં બન્ની માલધારીઓના પશુઓ માટે ખુબ જ ઉપયોગી બની રહેશે.
સંયુક્ત રાષ્ટ્રની વર્ચ્યુઅલ બેઠકમાં કચ્છનો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીનો કચ્છ પ્રેમ જગજાહેર છે. કચ્છના મોડેલનો તેઓ વારંવાર દેશથી લઇને આંતરરાષ્ટ્રીય મંચ પરથી પણ ઉલ્લેખ કરતા હોય છે. તેવામાં સોમવારે સંયુક્ત રાષ્ટ્રની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતી વખતે વડાપ્રધાને ફરી કચ્છને યાદ કર્યા હતા. વડાપ્રધાને ભૂમિ સંરક્ષણ અંગે કચ્છના બન્નીનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો હતો. સુકી અને બંજર જમીન અંગેની આ બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતે હંમેશા ધરતીને માનો દરજ્જો આપ્યો છે. ફળદ્રુપ જમીનમાં થઇ રહેલો ઘટાડો પુરી દુનિયા માટે ખતરો છે.
આ પણ વાંચો: કચ્છનાં છેવાડાના બન્ની વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન
સુકી અને બંજર જમીન અંગેની બેઠકમાં કચ્છમાં કરેલી કામગીરી વિશ્વ સમક્ષ રજૂ કરાઇ
જો કે જમીનને ઉપજાઉ બનાવવા માટે ભારતમાં અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે. જે અંગે મોદીએ કચ્છના બન્નીનો ઉદાહરણ આપતા ઉમેર્યું હતું કે, કચ્છના બન્નીની જમીનને ફળદ્રુપ બનાવવા માટે ઘાસ ઉગાડવા પર ધ્યાન આપવામાં આવ્યું છે તેના થકી અહીંની જમીનને બંજર બનતા અટકાવવામાં આવી. આ પ્રાકૃતિક પ્રયોગ ખૂબ જ કારગર નિવડ્યુ હતું. આમ, આવી રીતે મોદીએ વિશ્વમંચ પર ફરી કચ્છની કામગીરીને બિરદાવી હતી.