કચ્છઃ કચ્છમાં આગામી 7થી 9 ફેબ્રુઆરી સુધી જી20ની આંતરરાષ્ટ્રીય સમિટ મળવા જઈ રહી છે. તેને લઈને હાલમાં વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. G20થી કચ્છ કે ગુજરાતને નહીં, પરંતુ સમગ્ર દેશને પણ ફાયદો થશે. તેમ જ વૈશ્વિક શાંતિ અને ટકાઉ વિકાસનું વાતાવરણ પણ ઊભું થશે.
કચ્છ માટે ગૌરવની વાતઃ જી20 સમિટને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 7, 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં ભારત અને વિદેશના મળી લગભગ 75થી 100 પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રવાસનના દૃષ્ટિકોણથી ધોરડો સહિત સમગ્ર ભારતમાં અનેક સ્થળોએ બેઠક યોજાશે. આ વખતે G20ની સમીટ ભારતમાં યોજવા જઈ રહી છે ત્યારે આ G20માં પણ કચ્છ સામેલ થયું છે, જે કચ્છ માટે ગૌરવની વાત છે.
-
Gujarat Tourism is delighted to announce that Gujarat is hosting the 1st Tourism Working Group Meeting on the occasion of the G20 Summit at Rann of Kutch from 7th - 9th February 2023.#gujarattourism #gujarat #G20 #G20summit #G20India #incredibleindia #dekhoapnadesh pic.twitter.com/Qy97OXhZSJ
— Gujarat Tourism (@GujaratTourism) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat Tourism is delighted to announce that Gujarat is hosting the 1st Tourism Working Group Meeting on the occasion of the G20 Summit at Rann of Kutch from 7th - 9th February 2023.#gujarattourism #gujarat #G20 #G20summit #G20India #incredibleindia #dekhoapnadesh pic.twitter.com/Qy97OXhZSJ
— Gujarat Tourism (@GujaratTourism) January 31, 2023Gujarat Tourism is delighted to announce that Gujarat is hosting the 1st Tourism Working Group Meeting on the occasion of the G20 Summit at Rann of Kutch from 7th - 9th February 2023.#gujarattourism #gujarat #G20 #G20summit #G20India #incredibleindia #dekhoapnadesh pic.twitter.com/Qy97OXhZSJ
— Gujarat Tourism (@GujaratTourism) January 31, 2023
જૂદા જૂદા વિષય પર ચર્ચાઃ G20ની સમિટને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. G20 સમિટ દરમિયાન વિવિધ 20 દેશના ડેલિગેટ્સ અને 27 દેશોના પ્રવાસન વિભાગના પ્રતિનિધીઓ સાથે સરકારના વિવિધ સચિવો અને VIP ગેસ્ટ પણ કચ્છ આવશે અને પ્રવાસન વિષય તેમ જ દેશના અર્થશાસ્ત્ર સબંધિત તેમ જ ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાંતિના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ પણ વાંચોઃ G20 Summit kutch: G-20 સમીટને ધ્યાનમાં લઈને એરપોર્ટ પર તડામાર તૈયારીઓ
વિશ્વને આજે વૈશ્વિક શાંતિ, ટકાઉ વિકાસની જરૂરિયાતઃ અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડો. કલ્પના સતિજાએ જણાવ્યું હતું કે, G20 સમિટની વાત કરીએ તો, ભારતને પહેલી વખત પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે અને એ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળી છે, જે એક ગૌરવની વાત છે. આ G20 સમિટથી માત્ર કચ્છ કે, ગુજરાતને નહીં, પરંતુ સમગ્ર ભારતને એનો ફાયદો થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હંમેશા કલાઈમેટ ચેન્જ, પર્યાવરણ, વૈશ્વિક શાંતિ, ટકાઉ વિકાસ જેવા મોટા મોટા મુદ્દાઓને હમેશાં મહત્વ આપ્યું છે અને ભાર મૂક્યો છે. વિશ્વને આજે સારા પર્યાવરણની જરૂર છે, વૈશ્વિક શાંતિની જરૂર છે, ટકાઉ વિકાસની જરૂરિયાત છે.
20 દેશોના સાથ સહકારથી પૂરા વિશ્વને ફાયદો થશેઃ G20 બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં 19 દેશો અને 1 યુરોપિયન યુનિયન એમ કુલ 20 દેશોનો જે આ ગૃપ છે. તેઓ સાથે મળીને ચર્ચા કરશે. આ ચર્ચા વિચારણા કર્યા બાદ ભારત તો ઠીક પર વિશ્વને પણ ફાયદો થશે. કારણ કે, જેટલી પણ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ છે. જેવી કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ મોનેટાઈઝેશન ફંડ, યુનાઈટેડ નેશન્સ છે. તેઓ પણ આમાં સામેલ છે અને G20 સમિટમાં પોતાનું મહત્વનું યોગદાન પણ આપે છે. તો આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને G20 બંનેના એકબીજા સાથેના સાથ સહકારથી વૈશ્વિક શાંતિ અને સારો પર્યાવરણ ઊભું થશે.