ભૂજના હમીરસર તળાવમાં કૃષ્ણાથી પુલ પાસે વહેલી સવારે 7 વાગ્યેથી સ્વામીનારાયણ મંદિરમાં યજ્ઞ શરૂ થયો હતો. જેમાં કચ્છના યુવા અને નવનિર્વાચિત સાંસદ વિનોદ ચાવડા, ભૂજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્ય સહિત નગરપાલિકાના ચેરમેન ભરતભાઈ રાણા જોડાયા હતા.
કચ્છમાં હાલ દુષ્કાળની પરિસ્થિતિ છે. ત્રણ વર્ષથી આ સુકા અને સરહદી વિસ્તારમાં મેઘરાજાની કૃપા ન થઈ હોવાથી માનવીઓ અને પશુપંખીઓ સહિત જીવસૃષ્ટિ કફોળી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને પાણી અને ઘાસચારા માટે લોકો વલખાં મારી રહ્યાં છે. લોકોને દિવસો પસાર કરવા મુશ્કેલ બની રહ્યાં છે. ત્યારે સમગ્ર કચ્છમાં લાખો કચ્છીજનો આગામી ચોમાસામાં કચ્છમાં વધુમાં વધુ મેઘરાજા કૃપા કરે તેવી આજીજી કરી રહ્યાં છે. હમીરસર તળાવ ભરાય તો સારો વરસાદ થયાની સાબિતી મળે છે. અહીં લોકોના હ્રદયમાં હમીરસર તળાવ છે, જેના કારણે નગરપાલિકા દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.