ETV Bharat / state

કચ્છમાં પોલીસ એક્શન મોડમાં, ભૂજમાં દંડાપ્રસાદ સાથે12 વેપારી સામે નોંધાયો ગુનો - latest news of lock down in gujarat

કોરોના મહામારીને અટકાવવા કચ્છ પોલીસે જિલ્લાભરમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે. ભૂજમાં પોલીસે કયાંક દંડા વડે તો કયાંક સ્થળ પર દંડ કરીને બિનજરૂરી બહાર નીકળતા લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. કચ્છભરમાં 12 વેપારીઓ સામે પોલીસે જાહેરનાના ભંગની કાર્યવાહી કરી હતી.

kutch
kutch
author img

By

Published : Mar 25, 2020, 9:28 AM IST

કચ્છઃ કોરોના મહામારીને અટકાવવા કચ્છ પોલીસે જિલ્લાભરમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે. આજે ભૂજમાં પોલીસે કયાંક દંડા વડે તો કયાંક સ્થળ પર દંડ કરીને બિનજરૂરી બહાર નીકળતા લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. કચ્છભરમાં 12 વેપારીઓ સામે પોલીસે જાહેરનામાં ભગની કાર્યવાહી કરી હતી. જ્યારે નખત્રાણાં પોલીસે ફરજમાં રૂકાવટ કરનારા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

પૂર્વ કચ્છમાં પોલીસે ગાંધીધામના બે વેપારી, ભચાઉમાં દુકાનદાર પિતા-પુત્ર અને આદિપુરના એક રેંકડીધારક મળી 5 જણને અંદર કર્યાં છે. પશ્ચિમ કચ્છમાં કોઠારા અને માંડવી પોલીસે 3-3 વેપારી જ્યારે ભૂજ એ ડિવિઝને 1 વેપારી મળી 7 વેપારીને ઝડપ્યા છે. બિનજરૂરી બહાર નિકળીને ટોળું કરતા શખ્સો સામે કડક હાથે પગલા લેવાઈ રહ્યાં છે.

ભૂજમાં ઉઠકબેઠક સાથે દંડાપ્રસાદ પણ અપાયો 12 વેપારી સામે નોંધાયો ગુનો

નખત્રાણા પોલીસે પાંચ યુવકો અને સાત યુવકોની ભુજ એ ડિવિઝન પોલીસે અટકાયત કરી ગુના દાખલ કર્યાં છે. આડેસર પોલીસે 40 પેસેન્જર ભરીને મીની બસ લઈ પીપરાળાથી સાંતલપુર આવી રહેલા ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી GJ-12 BW-3024 નંબરની બસ ડીટેઈન કરી છે.

ગાંધીધામ SP પરીક્ષિતા રાઠોડે લોકોને સહકાર આપવા અનુરોધ કરીને લોકડાઉનના બીજા દિવસે લોકોના સહકાર વધ્યો છે તેમ જણાવ્યું હતું. તેમણે લોકોને જાગૃત થાય તેના પર ભાર મૂક્યો હતો. સાથે જ જો લોકડાઉનનું પાલન નહીં થયા તો પોલીસ કડક હાથે કામે લેશે તે નક્કી છે હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.