કચ્છ ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં મહિલાના રૂમ તરફ જવાની (Joint Interogation Center Bhuj) ફરજ પરના સિપાહીએ ના પાડતા બે પાકિસ્તાની તેમજ બે બાંગલાદેશી કેદીઓ ઉશ્કેરાયા હતા. હોમગાર્ડના જવાનો સાથે બબાલ મચાવી મારમારી કરીને ફરજમાં રૂકાવટ કરી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે. જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (Bhuj Pakistanis beating Home Guard jawan)
શું હતી ઘટના મળતી માહિતી મુજબ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને બોર્ડર વિંગના હોમગાર્ડ જવાન વનરાજસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ GISCના કમ્પાઉન્ડમાં તેઓ ફરજ પર હતા. તે સમયે પાકિસ્તાની આરોપીઓ મહમદ ઈશાક, મોહમ્મદ શરીફ તેમજ બાંગ્લાદેશી આરોપીઓ સાગર રિઝાઉલ્લ અને મુરસલીમ શેખ મહિલાઓના રૂમ તરફ જતા હતા. ત્યારે આ હોમગાર્ડ જવાને ત્યાં જવાની ના પાડતા બે બાંગ્લાદેશી અને બે પાકિસ્તાની આરોપીઓ ઉશ્કેરાયને ફરિયાદીને ગાળો આપી હુમલો કર્યો હતો. (Bhuj B Division Police)
આરોપીઓએ મારમાર્યો જવાનોને હુમલાનો બનાવ થતાં અન્ય હોમગાર્ડ જવાનો ત્યાં આવી ગયા અને તેઓને પણ આરોપીઓએ માર માર્યો હતો. મારનો પ્રતિકાર કરી છોડાવવા જતાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી આરોપીઓને પણ ઈજા થઈ હતી. જોકે, આ ઘટનાને લઈને પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી આરોપીઓએ વનરાજસિંહ જાડેજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. (Bhuj Bangladeshis beating Home Guard jawan)
પોલીસ ગુનો દાખલ કરીને કાર્યવાહી તરફ તે દરમિયાન વનરાજસિંહ જાડેજા અને (Home Guard Attack in Bhuj) અન્ય હોમગાર્ડ જવાન નીમસિંહ સોઢાને આ ઝઘડા દરમિયાન ઇજા પહોંચતા ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વનરાજસિંહ જાડેજાએ ચારે આરોપીઓ વિરોધ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના અંગે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા PSI બી. ડી. પરમારે જણાવ્યું હતું કે, આ સમગ્ર હુમલા અંગે હોમગાર્ડના જવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરેલી છે. હાલમાં બે બાંગ્લાદેશી અને બે પાકિસ્તાની આરોપીઓની પૂછપરછ હાથ ધરેલી છે અને વધુ માહિતી પૂછપરછ બાદ બહાર આવશે.(Pakistani and Bangladeshi in Bhuj)