કચ્છઃ લોકડાઉનની મુદત 14મી એપ્રીલ પુરી થશે તે સાથે સ્થળાંતરણની રાહ જોઈ રહેલા શ્રમિકો લોકડાઉન લંબાવાની નીતિ અપનાવાશે તો ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયો તથા શેલ્ટર હોમમાં રહેતા લોકો માનસિક રીતે ડિસ્ટર્બ થઈ શકે છે. ભાગવાની કે અન્ય કોઈ હરકત કરી શકે છે. આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી માટે પોલીસ તંત્રને અગાઉથી જાણ કરાઈ હતી. આજે મંગળવારે સવારે લોકડાઉનની મુદ્દત 3 મે સુધી વધારી દેવાતા જ કચ્છ પોલીસે શ્રમિકો સાથે તમામ મદદની ખાતરી સાથે તમામ સ્થળોની મુલાકાત લીધી હતી.
લોકડાઉન વધવાથી કચ્છમાં સ્થળાંતરણની રાહ જોઈ બેઠેલા શ્રમિકોને પોલીસે આપ્યો સહિયારો
કોરોના કહેર વચ્ચે આજે લોકડાઉનની મુદ્દતમાં વધારો થતા કચ્છમાં અટવાયેલા લાખો શ્રમિકોને પોલીસે સધિયારો આપવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ઔદ્યોગિક શ્રમિક વસાહતોમાં દોડી જઈને પોલીસ અધિકારીઓએ તમામને મિત્ર તરીકે તમામ મદદની ખાતરી આપી હતી.