ETV Bharat / state

કચ્છના શિકારપુર પાસેથી પોલીસે 46,41,600ના વિદેશી દારૂ સાથે બેની ધરપકડ - KTC

કચ્છઃ જિલ્લાના પ્રવેશદ્વાર એવા સૂરજબારી નજીક શિકારપુર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પોલીસે એક ટ્રકમાંથી રૂપિયા 46,41,600ના દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.

foreign liquor
author img

By

Published : Jul 19, 2019, 6:16 PM IST

પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શિકારપુર નજીક છપરા બિહાર હોટેલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. અહીંથી પસાર થઈ રહેલા ટ્રકને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો. આ ટ્રકની તપાસ કરવામાં આવતા ઉપર તાલપત્રી અને નીચે જૂના ફ્રીઝ નજરે પડયા હતા. આ જૂના ફ્રીઝ હટાવીને પોલીસે તપાસ કરતા તેમાંથી દારૂની પેટીઓ નીકળી હતી. જૂના ફ્રીઝની આડમાં કચ્છમાં દારૂ ઘુસાડનારા ટ્રકના ચાલક અને ક્લીનર એવા જમ્મુ કાશ્મીરના ગુરુદીપસિંઘ અંતરસિંઘ બસિઠ તથા યશપાલસિંઘ ઇસરસિંઘ બસિઠની પોલીસે ધરપકડ કરી હતી.

આ ટ્રકમાંથી 750 MLની બોટલ તથા 180 MLના ક્વાર્ટરિયાની કુલ 982 પેટીની કિંમત રૂપિયા 46,41,600નો વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા બંને શખ્સ પાસેથી દારૂ, ટ્રક, જૂના ફ્રીઝ વગેરે મળીને કુલ રૂપિયા 56,58,600નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ શખ્સોએ ક્યાંથી માલ ભર્યો હતો અને કચ્છમાં ક્યાં અને કેવી રીતે ઉતારવાનો હતો, તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર એવા સૂરજબારી નજીક શિકારપુર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પોલીસે એક ટ્રકમાંથી રૂા. 46,41,600ના શરાબ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. Body:

પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શિકારપુર નજીક છપરા બિહાર હોટેલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. અહીંથી પસાર થનારી ટ્રક નંબર ટી.એન. 90-3852ને પોલીસે રોકાવી હતી. આ ટ્રકની તલાશી લેવાતાં ઉપર તાલપત્રી અને નીચે જૂના ફ્રીઝ નજરે પડયા હતા. દરમ્યાન આ જૂના ફ્રીઝ હટાવીને પોલીસે જોતાં તેમાંથી શરાબની પેટીઓ નીકળી પડી હતી. જૂના ફ્રીઝની આડમાં કચ્છમાં દારૂ ઘૂસાડનાર ટ્રકના ચાલક અને ક્લીનર એવા જમ્મુ કાશ્મીરના ગુરુદીપસિંઘ અંતરસિંઘ બસિઠ તથા યશપાલસિંઘ ઇસરસિંઘ બસિઠની પોલીસે ધરપકડ કરી હતી.

આ ટ્રકમાંથી 750 એમ.એલ.ની બોટલ તથા 180 એમ.એલ.ના ક્વાર્ટરિયાની કુલ્લ 982 પેટી કિંમત રૂા. 46,41,600નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી દારૂ, ટ્રક, જૂના ફ્રીઝ વગેરે મળીને કુલ્લ રૂા, 56,58,600નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ શખ્સોએ ક્યાંથી માલ ભર્યો હતો અને કચ્છમાં ક્યાં અને કેવી રીતે ઉતારવાનો હતો તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.