કચ્છઃ શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી (Krantiveer Shayamji Krishna Varma ) હતાં. તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના (Shayamji Krishna Varma Life) કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો. તેમના અવસાન બાદ તેમના અસ્થિ નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશ (Shyamji Krishna Varma Asthi ) લાવવામાં આવ્યાં હતાં અને તેમની યાદમાં માંડવી ખાતે ક્રાંતિતીર્થ સ્મારક બનાવવામાં આવ્યું છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના (PM Modi Maharashtra visit) રાજભવનમાં ગેલેરીનું ઉદઘાટન કરતાં સમયે કચ્છના માંડવીના ઇન્ડિયા હાઉસને યાદ કર્યું હતું. ત્યારે આ સ્મારક (Mandvi India House Smarak Bhavan ) વિશે વિગતે જાણીએ.
શ્યામજી કૃષ્ણ વર્માનો પરિચય- શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ કચ્છના માંડવી બંદર ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતાં હતા. તેમની માતાનું નામ ગોમતીબાઇ હતું. 11 વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી(Shayamji Krishna Varma Life) ખાતે થયો હતો. શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતાં. શ્યામજી કૃષ્ણવર્માએ જીનિવાના પોતાના નિવાસ દરમિયાન પણ ભારતમાં શું બની રહ્યું છે તેની માહિતી મેળવવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડ સરકારની યુદ્ધકાળમાં તટસ્થ રહેવાની નીતિને કારણે સમગ્ર યુદ્ધકાળ દરમિયાન શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાને આશરો આપનાર દેશને આપેલ વચન અનુસાર ભારતની ક્રાંતિકારી ચળવળથી દૂર રહેવાનું નક્કી કર્યું. યુદ્ધ બાદ ભારતમાં ગાંધીજીની આગેવાની હેઠળ અસહકારની ચળવળ શરૂ થઈ અને શ્યામજી કૃષ્ણ વર્માએ તેને ટેકો જાહેર કર્યો.
આ પણ વાંચોઃ વિશ્વ શાંતિ માટે ભૂજમાં યોજાયેલા યજ્ઞમાં 1300 લોકોએ ઓનલાઈન આહુતિ આપી
30 માર્ચ, 1930ના રોજશ્યામજી કૃષ્ણવર્મા અવસાન પામ્યાં -1930ની શરૂઆતમાં શ્યામજીની તબિયત બગડવાનું શરૂ થયું. તેમનું એક ઑપરેશન કરવામાં આવ્યું જે બાદ ટૂંકા ગાળાની રાહત મળી. થોડા સમય બાદ જ તેમને ક્લિનિક લા કોલિન ખાતે દાખલ કરાયા. પરંતુ તેમને બચાવી ન (Shayamji Krishna Varma Life) શકાયા. 30 માર્ચ, 1930ના રોજ તેમણે આખરી શ્વાસ લીધો. ભારતીય સ્વતંત્રતાના પાયામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે. 22 ઑગસ્ટ, 1933ના રોજ તેમનાં પત્ની ભાનુમતી શ્યામજી વર્મા પણ જિનીવા ખાતે અવસાન પામ્યાં. શ્યામજી કૃષ્ણ વર્માના મૃત્યુના સમાચાર દબાવવા માટે બ્રિટિશરો દ્વારા ઘણા પ્રયત્નો કર્યા હતા. બ્રિટિશોના તાબામાં રહેલાં અન્ય રાષ્ટ્રોના નેતાઓ સાથેના પત્રાચાર પરથી એ સાબિત થાય છે કે શ્યામજી કૃષ્ણ વર્મા સમગ્ર દુનિયામાંથી બ્રિટિશ સામ્રાજ્યવાદને ખતમ કરી નાખવાના પ્રખર હિમાયતી હતાં.
ભગતસિંહે આપી હતી શ્રદ્ધાંજલિ - શ્યામજી કૃષ્ણ વર્મા પુસ્તકમાં થયેલ ઉલ્લેખ અનુસાર, શ્યામજી કૃષ્ણ વર્માના મૃત્યુના સમાચાર દબાવવા માટે બ્રિટિશરો દ્વારા ઘણા પ્રયત્નો કરાયા છતાં તેમના મૃત્યુના સમાચાર સ્વદેશ પહોંચતાં લાહોર જેલમાં બંધ ભગતસિંહ અને તેમના સાથી ક્રાંતિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્યામજી કૃષ્ણવર્મા સ્વતંત્રતા મળે એ ઘડી જોવા માટે જીવિત તો ન રહ્યા પરંતુ તેમને વિશ્વાસ હતો કે આ ભગીરથ કાર્ય ક્યારેક તો શક્ય બનશે.લોકમાન્ય ટિળક દ્વારા શરૂ કરાયેલ ‘મરાઠા’ અખબારમાં પણ શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ પ્રસિદ્ધ કરાઈ હતી. તેઓ પોતાના દેશને સ્વતંત્રતા મળે એ ઘડી જોવા માટે જીવિત તો ન રહ્યાં પરંતુ તેમને વિશ્વાસ હતો કે આ ભગીરથ કાર્ય ક્યારેક તો શક્ય બનશે જ. તેથી તેમણે તેમની અને તેમનાં પત્નીની અસ્થિઓ (Shyamji Krishna Varma Asthi )ભારત સ્વતંત્ર થાય તે દિવસ સુધી સાચવી રાખવા માટે તેમણે જિનીવાની સ્થાનિક સરકાર સાથે પહેલાંથી જ ગોઠવણ કરી રાખી હતી. જિનીવાની સેઇન્ટ જ્યૉર્જ સિમેન્ટ્રીમાં તેમની અન તેમનાં પત્નીની અસ્થિઓ 100 વર્ષ સુધી જાળવી રાખવાનો પ્રબંધ તેમણે કર્યો હતો.
આ પણ વાંચોઃ ભૂજમાં સમરસ હોસ્ટેલનું કરાયું લોકાપર્ણ
માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે- શ્યામજી કૃષ્ણ વર્માએ ભાનુમતીના ભંડોળમાંથી 1952માં બે લાખ રૂપિયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટરનીટી હોસ્પિટલ માટે આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત મુંબઇના ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. પેરીસની સોરબોન યુનિવર્સિટીમાં શ્યામજીના નામના બે રૂમ છે. એમણે એમના અલભ્ય પુસ્તકો અહીં દાનમાં આપી દીધાં હતા. માંડવી અને ભુજમાં શ્યામજીનાં બાવલા છે. માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે. 2003માં તત્કાલીન નરેન્દ્ર મોદી શ્યામજી કૃષ્ણવર્મા અને તેમના પત્ની ભાનુમતીનાં અસ્થિ સ્વદેશ લાવ્યાં. આમ તેમના મૃત્યુના 73 વર્ષ બાદ ઑગસ્ટ, 2003માં તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એક ટોપ-લેવલ ડેલિગેશન દ્વારા તેમનાં અને તેમનાં પત્ની ભાનુમતીના અસ્થિ સ્વદેશ લાવવામાં આવ્યાં હતાં. 24 ઑગસ્ટ, 2003ના રોજ મુંબઈ મુકામે અસ્થિકળશ (Shyamji Krishna Varma Asthi )પહોંચ્યા બાદ તેમના વતન માંડવી ખાતે લઈ જવામાં આવ્યા હતાં.
માંડવી ખાતે ક્રાંતિતીર્થમાં ઇન્ડિયા હાઉસની નકલ ઊભી કરાઈ -કચ્છમાં માંડવી નજીક માંડવી-ધ્રબુડી રોડ પર ક્રાંતિતીર્થ નામે સ્મારક (Mandvi India House Smarak Bhavan ) બનાવવામાં આવ્યું છે. જ્યાં ઇન્ડિયા હાઉસની નકલ પણ ઊભી કરાઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કચ્છમાં આવી ભૂજના ખાસ સમારોહમાં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને કચ્છના ક્રાંતિવીરની 'સનદ' ભારતની ધરતી પર લાવી ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબેનને સુપ્રત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 55 વર્ષો બાદ 22 ઑગસ્ટ-2003 રોજ સ્વયં સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ (Shyamji Krishna Varma Asthi )દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું. 4 ઑક્ટોબર 2009ના રોજ તત્કાલીન મુખ્યપ્રધાને મોદીએ 'ક્રાંતિતીર્થ'નો પાયોનો પથ્થર મૂક્યો અને 13 ડિસેમ્બર 2010ના રોજ ભૂમિપૂજન કરી 52 એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારકને દેશને સમર્પિત કર્યું. જેમાં હાઈગેટ લંડન ખાતેના ઈન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણ વર્મા તથા તેમના પત્ની ભાનુમતીની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે.
મેમોરિયલ ભારત સ્વાતંત્ર્યતાની લડાઇ સમયે તેમના યોગદાનની ઝાંખી પૂરી પાડે છે- શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ સ્મારક (Mandvi India House Smarak Bhavan ) તેમના જીવન અને ભારત સ્વાતંત્ર્યતાની લડાઇ સમયે તેમના યોગદાનની ઝાંખી પૂરી પાડે છે. જે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા સ્વરૂપ છે. ભારતની સ્વાતંત્ર્યતા ચળવળના ઇતિહાસમાં તે એક ઊંચા અર્થમાં પ્રથમ ક્રમના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર માટે નિઃસ્વાર્થ સેવા આપનાર દેશભક્ત હતાં. તેમણે લંડન ખાતે "ભારત હાઉસ"માં એક ક્રાંતિકારી કેન્દ્રનું આયોજન કર્યું હતું અને તેમના પ્રકાશન જર્નલમાં કેજે "ભારતીય સોશિયોલોજિસ્ટ" કહેવાય છે તેમાં લખાણો મારફતે ભારતની સ્વતંત્રતા ચળવળનો પ્રચાર કરતા હતાં.