ETV Bharat / state

PM મોદીના કાર્યક્રમ માટે ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો, જાણો તેની વિશેષતા - વોટરપ્રુફ તથા ફાયરપ્રુફ ડોમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મી ઓગષ્ટથી ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ આપવાના છે. તેમાનો જ એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ. આ શાખા નહેરનું વડાપ્રધાન 28 મી ઓગષ્ટના રોજ લોકાર્પણ કરશે. PM Modi Gujarat Visit, PM Narendra Modi Visit Bhuj

PM મોદીના કાર્યક્રમ માટે ખાસ ડોમ તૈયાર કરવમાં આવ્યો, જાણો તેની વિશેષતા

author img

By

Published : Aug 26, 2022, 6:25 PM IST

Updated : Aug 28, 2022, 6:36 AM IST

કચ્છ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર કચ્છીમાડુ સાથે સંવાદ (PM Narendra Modi Visit Bhuj)કરવા તથા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ માટે કચ્છ આવી રહ્યા છે. ભુજ ખાતે તેમના અદકેરા સ્વાગત, સ્મૃતિવનની મુલાકાત સંદર્ભે તથા જનમેદનીને સંબોધન કરવાના સભાસ્થળ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહ્યી છે.

વિશાળ જનમેદની સાથે સંવાદ વડાપ્રધાનને આવકારવા કચ્છીઓ (PM Modi Gujarat Visit)ઉત્સુક છે. કચ્છ યુનિવર્સીટીના મેદાનમાં વડાપ્રધાન વિશાળ જનમેદની સાથે સંવાદ સાધશે, જે અનુસંધાને લાખો લોકો સમાઇ શકે તેટલી કેપેસીટીનો વોટરપ્રુફ અને ફાયરપ્રુફ ડોમ તૈયાર કરાયો છે. કાર્યક્રમ સ્થળ તથા પાર્કિંગ સુધી સામાન્ય લોકો વિના નિર્વિધ્ન પહોંચી શકે તે માટેની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમના સ્થળે બેઠક, લાઇટ સાઉન્ડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનના સ્ટેજ અને મંડમ વ્યવસ્થા તેમજ તેને આનુષંગિક તમામ કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે.

ફાઇટરની ટીમ, નિષ્ણાંત તબીબો, એમ્બ્યુલન્સ વાહન સાથેની ટીમો તૈનાત લાખો લોકોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ અને પાર્કિંગ સ્થળ તેમજ સમગ્ર વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થા, ટ્રાફીક નિયમન જળવાઇ રહે તે માટે સુરક્ષા સબંધિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા માટે જરૂરી ફાયર ફાઇટરની ટીમ, નિષ્ણાંત તબીબો, એમ્બ્યુલન્સ વાહન સાથેની ટીમો દરેક સ્થળે તૈનાત રહેશે. સમગ્ર કાર્યક્રમ સ્થળે સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. લોકોની સુવિધા માટે પાણી તેમજ મોબાઇલ શૌચાલય સહિતની વ્યવસ્થા મુકવામાં આવશે.

આ પણ વાંચો પીએમ મોદીએ કહ્યું, આ દાયકાના અંત સુધીમાં 6જી લોન્ચ કરવાની તૈયારી

કચ્છના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે સભામંડપમાં મુખ્ય સ્ટેજ સિવાયના અન્ય આમંત્રિત પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવો તથા પત્રકારના પ્રોટોકોલ તથા જરૂરીયાત મુજબની બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. તે સાથે અન્ય જરૂરી તમામ આનુષંગિક કામગીરી પુર્ણ થઇ ગઇ છે. લોકોને બેસવા માટે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે માઇક્રોલેવલની કામગીરી કરાઇ છે. જેમાં અલગ-અલગ બ્લોક વાઇઝ બેઠક વ્યવસ્થા તથા બેરીકેટ, સાઇન બોર્ડ લગાવવામાં આવશે તેમજ બ્લોકવાઇઝ મેડીકલ ટીમ કાર્યરત રહેશે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ સભાસ્થળે માસ્ક, સેનેટાઇઝર, થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવશે. વડાપ્રધાનને સભામંડપમાં આવકારવા કચ્છના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.

પાર્કિંગ વ્યવસ્થાપન સમિતિ દ્વારા ટ્રાફિકનું થશે સંચાલન આખા કચ્છમાંથી જનમેદની વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે ઉમટવાની હોવાથી પાર્કિંગ વ્યવસ્થાપન સમિતિ દ્વારા તમામ વાહનો માટે રસ્તા ઉપર સાઇનબોર્ડ મુકવામાં આવ્યા છે. વીઆઇપી, વીવીઆઇપી, જાહેર જનતા, એસ.ટી બસ, મીડિયાવાન, મેડીકલ ટીમ વગેરે માટે અલગ-અલગ કક્ષા મુજબ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઇ છે. તાલુકાવાર નક્કી થયેલા કલરકોડ મુજબ અલગ-અલગ પાર્કિંગના સ્થળો નક્કી કરવામાં આવ્યાછે. વરસાદની પરિસ્થિતને ધ્યાને લઇને કોઇપણ વાહન ફસાઇ જાય તેવા સંજોગોમાં બહાર કાઢવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો ગુજરાતના પ્રથમ અટલ ફુટ ઓવર બ્રિજનું PM મોદી કરશે ઇ લોકાર્પણ

મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા પાર્કિંગના સ્થળે પબ્લીક એડ્રેસ સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરાશે તેમજ દરેક પાર્કીંગ પ્લોટ દીઠ અધિકારી તેમજ કર્મચારીની પાર્કિંગ ઇન્ચાર્જ તરીકે (કલર કોડ) મુજબ નિમણુંક કરાશે. ઉપરાંત પાણીના વિતરણ માટે બસની સંખ્યા ધ્યાને લઇને જરૂરી કાઉન્ટર ઊભા કરવામાં આવશે. તેમજ વીજપૂરવઠો, મોબાઇલ ટોઇલેટની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. પાર્કિંગ પ્લોટ ખાતે મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરાશે.

જિલ્લાકક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાશે જાહેર જનતાને કોઇપણ સમસ્યા ન પડે તે માટે પાર્કિંગના સ્થળેથી કાર્યક્રમ સ્થળ સુધીના વિસ્તારમાં પબ્લિક મોબિલાઇઝેશન તથા માર્ગદર્શનની વ્યવસ્થા ઉભી કરાશે. કાર્યક્રમના રૂટ સિવાયના વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા તથા તમામ રૂટોના ટ્રાફિક નિયમનની કામગીરી કરાશે. જેથી સામાન્ય જનતાને કોઇ મુશ્કેલી ન ઉભી થાય.વિશાળ જનમેદની સાથે થનારા કાર્યક્રમની તમામ વ્યવસ્થા સુચારૂરૂપે પાર પડે તેમજ આકસ્મિક કોઇપણ પરિસ્થિતિમાં ત્વરીત પગલા ભરી શકાય તે માટે જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરાશે.

Last Updated : Aug 28, 2022, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.