કચ્છઃ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ વિવિધ રાજ્યોમાં ફસાયેલા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે વ્યવસ્થા થઈ રહી છે, જે મુજબ 450 પૈકી શ્રમિકોમાંથી મધ્યપ્રદેશના શ્રમિકોને વતન વાપસીની મંજૂરી આપવામાં આવી હતી. જેને પગલે ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકોએ મધ્યપ્રદેશના શ્રમિકોને રોકાઈ જવા અને સાથે જ જવાનું જણાવ્યું હતું જેને પગલે આ ઘર્ષણ સર્જાયું હતું.
MPના શ્રમિકોને વતનવાપસીની મંજૂરીથી યુપી-બિહારના જૂથની બોલાચાલી બાદ મજૂરો વચ્ચે ઘર્ષણ
કચ્છના સરહદી વિસ્તાર વાયોર નજીક સાંઘી સિમેન્ટ કંપનીની શ્રમિક વસાહતમા શ્રમિકો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં સ્પષ્ટ થયું છે કે, ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને બિહારના શ્રમિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સાંઘી સિમેન્ટ કંપનીના shutdown મેન્ટેનન્સ માટે આ સાડા ચારસો જેટલા શ્રમિકો કચ્છ આવ્યા હતા. 25 દિવસ માટે કચ્છ પહોંચેલા શ્રમિકો લોકડાઉનના કારણે હાલ સાંઘીપુરમની શ્રમિક વસાહતમાં અટવાયેલા છે.
મધ્યપ્રદેશના શ્રમિકોને વતનવાપસીની મંજૂરીથી યુપી-બિહારના જૂથે નારાજ બોલાચાલી બાદ પાઈપ લાકડીથી થયું ઘર્ષણ