ETV Bharat / state

સંઘર્ષથી સફળતા સુધીની સફર : 215 તાલીમાર્થીઓનો ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો - દીક્ષાંત પરેડ સમારોહ

કચ્છના ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસની ભરતી બાદ સિલેક્ટ થયેલા 215 તાલીમાર્થીઓની તાલીમ ચાલી રહી હતી. હવે તેમની તાલીમ પૂર્ણ થતા તમામ જવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. આ દીક્ષાંત પરેડ સમારોહમાં કચ્છ બોર્ડર રેન્જના IGP જે.આર.મોથાલીયા અને ઉચ્ચ અધિકારીઓ સહિત તાલીમાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંઘર્ષથી સફળતા સુધીની સફર
સંઘર્ષથી સફળતા સુધીની સફર
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 3:54 PM IST

સંઘર્ષથી સફળતા સુધીની સફર

કચ્છ : આજે ભુજ ખાતે પોલીસ હેડ કવાર્ટર ખાતે બિન હથિયારી લોકરક્ષક દળની બેઝિક તાલીમ લઈ રહેલા 215 જેટલા તાલીમાર્થીની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. તાલીમ પૂર્ણ થતા લોકરક્ષક દળના આ જવાન શપથ ગ્રહણ કરી ગુજરાત પોલીસમાં સેવા આપશે. પશ્ચિમ કચ્છના 141 અને પૂર્વ કચ્છના 74 જેટલા બિન હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓની દિક્ષાંત પરેડમાં ઉચ્ચ અધિકારીઓ સહિત તાલીમાર્થીઓના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભવ્ય દીક્ષાંત પરેડ સમારોહ : આ દીક્ષાંત પરેડ સમારોહમાં કુલ 215 જેટલા બિન હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓએ શપથ ગ્રહણ કરી હતી. 12 માર્ચ 2023 થી શરૂ થયેલી આઠ માસની સખત તાલીમ લઈ હવે આ તમામ જવાન પશ્ચિમ-કચ્છ તથા પૂર્વ-કચ્છ ખાતે નિમણૂંકના જિલ્લામાં પરત જઈ ડ્યુટી જોઈન કરવા જઈ રહ્યા છે. તાલીમાર્થીઓને આ આઠ માસ દરમિયાનની તાલીમમાં અગલ-અલગ વિષયોની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.જેમાં પરેડ, આધુનિક હથિયાર તાલીમ, નિષ્ણાંતો દ્વારા એફ.એસ.એલ.ની તાલીમ, કાયદાની તાલીમ, અંકુશ, ચેકપોસ્ટ, વી.આઇ.પી સુરક્ષા તથા ફર્સ્ટ એઇડ વગેરે વિષયો સામેલ હતા.

ગુજરાત પોલીસ
ગુજરાત પોલીસ

જનતામાંથી જવાનનું નિર્માણ : આ ઉપરાંત તાલીમાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તેમજ વ્યક્તિગત વિકાસ થાય તે માટે અલગ-અલગ રમતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં લેઝીમ, તલવારબાજી, મલખમ, ક્રિકેટ, વોલીબોલ તથા ગણપતિ તેમજ નવરાત્રી ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન તમામ કામગીરી તાલીમ સેન્ટર ખાતે હાજર અધિકારી તેમજ એ.ડી.આઇઓએ અથાગ મહેનત અને સમર્પણથી તાલીમાર્થીઓને તાલીમ આપી હતી.

8 માસની સખત તાલીમ : આઠ માસની તાલીમ દરમિયાનની સમગ્ર કામગીરી કચ્છ બોર્ડર રેન્જના IGP જે.આર.મોથાલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તાલીમાર્થીઓને પોલીસ જેવા શિસ્તબધ્ધ ખાતામાં ભરતી થઈને કામગીરી કરવાની તક મળી છે. આ તકે IGP જે.આર.મોથાલીયાએ જણાવ્યું હતું કે, પોલીસની જવાબદારી ઘણી જ મોટી હોય છે. પ્રાથમિક પણે હિંમતપૂર્વક સમાજની સેવા કરવાનો અવસર તમામ તાલીમાર્થીઓને મળ્યો છે. જેથી એવી આશા છે કે, આ 215 તાલીમાર્થીઓ પોતાની ફરજ દરમિયાન લોકોને મદદરૂપ થશે અને જાહેર જનતાનો વિશ્વાસ સંપન્ન કરશે.

દિક્ષાંત પરેડ સમારોહ
દિક્ષાંત પરેડ સમારોહ

વર્તમાન સમયમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ જ પેચીદો પ્રશ્ન છે અને રોજ નવા નવા પ્રશ્નો ઊભા થાય છે. જેનો ખૂબ જ હિંમતપૂર્વક સામનો કરી અને સેવાનો ઉચ્ચત્તમ લાભ સમાજને મળે તેવી અપેક્ષા છે. -- જે.આર.મોથાલીયા (કચ્છ બોર્ડર રેન્જના IGP)

સંઘર્ષથી સફળતાની સફર : મોટા લાયજાના રહેવાસી એવા પીન્ટુ ગઢવી પણ આ તાલીમ પૂર્ણ કરીને બિન હથિયારધારી લોકરક્ષક તરીકે ફરજ નિભાવશે. ત્યારે તેમણે પોતાના જીવન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આ સંઘર્ષ ભર્યા સફરમાં તેમની માતા અને નાનીનો ફાળો ખૂબ જ મહત્વ રહ્યો છે. તેમનો સાથ સહકાર મળ્યો છે. મામા સરકારી ઓફિસર હતા અને આર્મીમાં ફરજ બજાવતા હતા. નિવૃત થયા બાદ તેઓ તલાટી બન્યા હતા. તેમને જોઈને સરકારી નોકરી માટે મહેનત શરૂ કરી હતી. અનેક સંઘર્ષ બાદ આજે લોકરક્ષક તરીકે નિમણૂક પામ્યો અને આગામી સમયમાં વધુ મહેનત કરીને પોતાના ખભા પર તે બે સ્ટાર જોવા ઈચ્છું છું.

ભુજ પોલીસ હેડક્વાર્ટર
ભુજ પોલીસ હેડક્વાર્ટર

લાગણીસભર દ્રશ્યો : ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત બિન હથિયારી લોકરક્ષક પાસિંગ આઉટ પરેડ સમારોહમાં કચ્છ બોર્ડર રેન્જના IGP જે.આર.મોથાલીયા, પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક, ભુજના અધિકારીઓ અને ઓફિસ સ્ટાફ સહિત ભુજ અને અબડાસા વિધાનસભાના ધારાસભ્ય તેમજ તાલીમાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત થયા હતા.

  1. વિસરાઈ ગયેલી રમતોની યાદ પુન: તાજી કરવા નવસારી હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન, બાળકોએ કોથળા દોડ અને દોરડા કૂદની મજા માણી
  2. જાહેર રસ્તા પર વસતાં નિરાધાર લોકોને ઠંડીથી રક્ષણ પુરું પાડતી અમદાવાદ પોલીસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.