કચ્છ: ભારત પાકની આંતરરાષ્ટ્રીય બોર્ડર(International border of India and Pakistan) પાર કરીને અજાણતા ભારતમાં પ્રવેશ કરનારા યુવકને BSF દ્વારા પાકિસ્તાની રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ યોજી(Flag meeting with Pakistan Rangers by BSF)ને તેને સુપરત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની નાગરિકની ઓળખ અહેસાન સન ઓફ બુરા માસ્ટર તરીકે થઈ છે, જેની ઉંમર 25 વર્ષ છે, જે પાકિસ્તાનના સિંઘ પ્રાંતના નગરપારકર તાલુકાના મેડો ગામનો રહેવાસી છે.
ભારતે માનતા બતાવીને પરત પોતાના વતન યુવકને સોપ્યો
04 જાન્યુઆરી 2022ના રોજ, પાકિસ્તાની યુવક અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો, તે યુવક બોર્ડરના BOP 1029 3-S પાસે પહોંચ્યો હતો, જ્યાં તે BSFની 56 બટાલિયનની સતર્ક પેટ્રોલિંગ ટીમના હાથે ઝડપાઈ ગયો હતો. પાક રેન્જર્સે BSF દ્વારા ઝડપાયેલ નાગરિકની શોધમાં BSFનો સંપર્ક કર્યો હતો અને ભારતે માનવતાના ધોરણે યુવકને પરત કર્યો હતો.
આ પણ વાંચો : Nadabet Border Banaskantha: BSFના જવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી, કોરોના સંક્રમણને જોતા દેશવાસીઓને કરી ખાસ અપીલ