દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના જૂના અને જાણીતા માર્ગો બંધ થઈ જતા થોડા સમયથી ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા કિનારાનો રસ્તો ખોલ્યો હતો. હજુ ચાર માસ પહેલા જ જ્યાંથી 1500 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો. તે જ જખૌના દરિયામાંથી ફરી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
ઓખા કોસ્ટગાર્ડના DIG મુકેશ શર્માએ જણાવ્યું હતું કે, દરિયામાં આ પાકિસ્તાની બોટ ભારતમાં પ્રવેશ કર્યા બાદ તેને ઘેરી લીધી હતી. જેને પગલે આરોપી પાકિસ્તાન તરફ નાસી જવાનો પ્રયનત કર્યો હતો. જો કે, તેમાંથી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ જથ્થો લેવા આવનાર રીસીવર અંગે હાલ તપાસ ચાલી રહી છે. કોસ્ટગાર્ડ સહિત તમામ સુરક્ષા એજન્સી અને તંત્રો ગુજરાતના દરિયાકાંઠા પર સતત નજર રાખી રહ્યું છે.