કચ્છ: સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી (Kutch Haraminala Border )પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 1 બોટને (Pakistani fishing boat seized)ઝડપી લેવામાં આવી છે.
BSFની પેટ્રોલિંગ ટીમ દ્વારા ફિશિંગ બોટને જપ્ત કરી - ગઈ કાલે રાત્રીના 8:30 વાગ્યાના સમયગાળામાં ભુજની BSFની ટુકડીના (Bhuj BSF team)જવાનો હરામીનાળા બોર્ડર પિલર 1160ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક પાકિસ્તાની માછીમારો સાથે 2 પાકિસ્તાની ફિશિંગ બોટ જણાઈ આવતા BSFની પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને એક પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી લીધી હતી. જો કે કાદવ વાળા વિસ્તારનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાની માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચોઃ Pakistani Boat Captured : BSF ભૂજે સરક્રીકમાંથી 2 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી
બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું- કાદવ અને ભેજવાળા વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાની ઘૂસણખોરો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા. બોટમાંથી ઝડપાયેલી વસ્તુઓમાં માછીમારીની જાળ, માછીમારીના સાધનો, ખાદ્યપદાર્થો, પીવાના પાણીનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને વિસ્તારમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. BSFના જવાનો દ્વારા હજી પણ ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચોઃ Border Security Force patrolling: કચ્છના ક્રીક વિસ્તારમાંથી બીએસએફના જવાનોએ વધુ એક પાકિસ્તાની બોટ ઝડપી