BSFના સતાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગત રાત્રે હરામીનાળાની ક્રિક વિસ્તારમાંથી આ બોટ મળી આવી છે. બોટમાંથી માછીમારીના સાધનો મળી આવ્યા છે. જો કે કોઈ ઘુસણખોર હાથ લાગ્યા નથી, સમગ્ર ક્રિક વિસ્તારમાં વિવિધ ટીમો તપાસ ચલાવી રહી છે. જયારે બોટને કોટેશ્રાવર કાંઠે લઈ આવવાની કામગીરી ચાલી રહી છે.
નોંધનીય છે કે, પાકિસ્તાની માછીમાર ઘુસણખોરો ભારતની સીમા સુધી આવી જાય છે અને BSFની ટુકડીઓને જોઈને પોતાની સરહદ તરફ નાસી જાય છે. આ બોટ સાથે આવેલા ઘુસણખોરો પણ નાસી છુટ્યા છે. જો કે કોઈ ભારતની સીમામાં છુપાયેલા હોય તેમને શોધવા માટે વિવિધ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.