કચ્છ ભારતીય જળસીમામાં ફરી પાકિસ્તાનની (Maritime boundary of Kutch) નાપાક હરકતો સામે આવી છે. અબડાસા તાલુકાના જખૌની દરિયાઈ સીમામાં માંગરોળની બોટ પર પાકિસ્તાની મરિન સિક્યોરિટી એજન્સીએ ફાયરિંગ (pakistan maritime security fires) કરતાં બોટ દરિયામાં ડૂબી ગઇ હતી, જોકે ઓખા કોસ્ટ ગાર્ડની ટીમ (indian coast guard) દ્વારા બોટમાં સવાર 8 માછીમારોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા.
પાકિસ્તાને કર્યું બોટ પર ફાયરિંગ સરહદી જિલ્લા કચ્છના અતિ સંવેદનશીલ ગણાતા કચ્છના જખૌ વિસ્તારના સમુદ્રમાં અબડાસા તાલુકાની માંગરોળની આઈએનડી જી. જે.1 1-એમએમ-3873, હરસિદ્ધિ 5 નામની માછીમારી બોટ જખૌ અને ઓખા તરફના અરબી સમુદ્રમાં ફિશિંગ (fires on Indian Fishing Boat) કરી રહી હતી. ત્યારે જખૌ નજીક પહોંચતાં પાકિસ્તાની મરિન સિક્યોરિટી દ્વારા બોટ પર ફાયરિંગ (pakistan maritime security fires) કરવામાં આવતા આ માછીમારોની આ બોટ ડૂબી ગઈ હતી. ઈજાગ્રસ્ત માછીમારોને જખૌ પોલીસ મથકને સોપતાં મરિન પોલીસ (Marine Police Station Kutch) આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઓખા કોસ્ટગાર્ડની ટીમે ખલાસીઓને બચાવ્યાહાલમાં માછીમારોની સિઝન શરૂ થઈ છે અને એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ સઘન બન્યું છે. તે દરમિયાન જ આવી ઘટના ઘટી હતી. જોકે, પેટ્રોલીંગમાં રહેલી ઓખા કોસ્ટગાર્ડની (indian coast guard) ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને બોટમાં સવાર ખલાસીઓને બચાવી લીધા હતા. ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે જખૌ પોલીસ સ્ટેશનને માછીમારો સુપ્રત કર્યો હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.