ETV Bharat / state

કચ્છી ચિત્રકારે વિદેશમાં કલાનાં કામણ પાથર્યા, બે ચિત્રકૃતિના દુનિયામાં વખાણ - કચ્છના ચિત્રો વિદેશમાં

કચ્છના એક ચિત્રકારની કૃતિ સ્પેનના ચિત્ર પ્રદર્શનમાં (Painter from Kutch) પસંદગી પામી છે. સ્પેનના કૌડેટ શહેરમાં કૌડેટ વોટરકલર ફેસ્ટીવલમાં બે ચિત્રકૃતિની ભારોભાર (Watercolor Festival in Spain) પ્રશંસા કરાઈ થઈ રહી છે. તો બીજી તરફ આ ચિત્રકારને નેપાળ દ્વારા એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.

કચ્છી ચિત્રકારે વિદેશમાં કલાનાં કામણ પાથર્યા, બે ચિત્રકૃતિ ભારોભાર પ્રશંસા

author img

By

Published : Nov 2, 2022, 2:10 PM IST

કચ્છ કચ્છી કલાકારો વારંવાર દેશ અને વિદેશમાં કલાનાં કામણ પાથરતા (Painter from Kutch) જોવા મળતા હોય છે. ત્યારે એવા જ કચ્છ ભુજના જાણીતાં અને આંતરરાષ્ટ્રીય ચિત્રકાર લાલજી જોષીની ચિત્રકૃતિ સ્પેનના ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામી છે. સ્પેનના કૌડેટ શહેરમાં કૌડેટ વોટરકલર ફેસ્ટીવલમાં કચ્છ ભુજના જાણીતા ચિત્રકાર લાલજી જોશીની બે ચિત્રકૃતિની ભારોભાર પ્રશંસા કરાઈ હતી. (Watercolor Festival in Spain)

બે ચિત્રકૃતિની સ્પેનમાં પ્રશંસા સમગ્ર ચિત્ર પ્રદર્શન અંગે Etv Bharat સાથે વાતચીત કરતાં ચિત્રકાર લાલજી જોષીએ જણાવ્યું હતું કે, સ્પેનના કૌડેટમાં વોટર કલર ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ કેડેટ નગરપાલિકાના મેયર, ભારતીય રાજદૂત અને સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. ગુજરાતના ફક્ત એક ભુજના લાલજી જોષી અને સાથે 18 ભારતીય કલાકારોના ચિત્રોને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સાથે ભારતના રાજદૂતે કચ્છની સંસ્કૃતિ બતાવતા લાલજી જોષીની બે ચિત્રકૃતિ માય વર્લ્ડ અને આહીરની ભારોભાર પ્રશંસા કરી હતી. ભારતનું પ્રતિનિધિત્વ ઈડબલ્યુએસ ઈન્ડિયાના પ્રમુખ અમિત કપૂર કર્યું હતું. કૌડેટ વોટર કલર ફેસ્ટિવલ 27-11 સુધી ખુલ્લું રહેશે. (watercolor festival 2022)

નેપાળ અને ન્યુ દિલ્હીમાં ચિત્ર પ્રદર્શન ઉલ્લેખનીય છે કે, 21મી માર્ચથી 25મી માર્ચ 2022ના ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ આ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં ટોટલ 61 દેશના 722 ચિત્રોમાં ગુજરાતના 7 કલાકારોના ચિત્રોની પસંદગી કરેલી હતી. જેમાં ભુજના લાલજી જોષીના ચિત્રનો પણ સમાવેશ થયેલો હતો. ગત ડિસેમ્બર 2021માં લાલજી જોશીને કાઠમંડુ નેપાળમાં ઇન્ટરનેશનલ વોટર (Caduet Watercolor Festival) કલર સોસાયટી નેપાળ અને આર્ટસ મેટ ઇન્ટરનેશનલ વિથ એન બી ગુરુગ આર્ટ સ્ટુડિયો નેપાળ દ્વારા ઇન્ટરનેશનલ જ્યુ રીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની આહીર ચિત્રકૃતિને ડેનિયલ સ્મિથ વોટર કલર બેસ્ટ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં 47 દેશની 304 એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતની 49 અને ગુજરાતની ફકત 1 એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભુજના ચિત્રકાર લાલજી જોષીની ચિત્રકૃતિની પસંદગી કરવામાં આવી હતી. (festival watercolor painting)

કચ્છી સંસ્કૃતિના ચિત્રો ચિત્રકાર લાલજી જોષી છેલ્લા 25 વર્ષોથી ચિત્રકામ કરી રહ્યા છે. લાલજી જોષી પેન્સિલ સ્કેચિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ,સ્ટોન કાર્વિંગ વગેરે પ્રકારની (Kutch abroad Pictures) પેઇન્ટિંગ કરે છે. મુખ્યત્વે લાલજી જોષી કચ્છની સંસ્કૃતિ, કચ્છી પહેરવેશ અને ખાસ કરીને આહીર સમાજના મેળા ભરાતા હોય છે ત્યારના તેમજ સ્થાપત્ય અને પ્રાચીન મૂર્તિઓના ચિત્ર મોટેભાગે બનાવે છે. (Kutch Culture Pictures)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.