કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમમાંથી(Jakhau Sea Border) અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ભુજ BSFના જવાનોની ટીમને પેટ્રોલિંગ(Bhuj BSF Team Patrolling) દરમિયાન જખૌ દરિયાઈ સીમા નજીકથી ચરસના 4 પેકેટ મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Kutch Charas Case : દરિયાઈ સીમાથી ચરસના પેકેટ મળવાનું ક્યારે અટકશે?
જખૌના દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા(Pakistani fishermen caught) છે ત્યારે હવે કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી BSFના જવાનોને પેટ્રોલિંગ કરતા સમયે બિનવારસુ હાલતમાં ચરસના 4 પેકેટ મળી આવ્યા.
આ પણ વાંચો: Kutch Charas Case : કચ્છના મોટી સિંધોડી દરિયા કિનારે ચરસના પેકેટ મળતા દોડધામ મચી
જુદી જુદી એજન્સીઓએ 1506 થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે - જપ્ત કરાયેલા પેકેટના પેકેજિંગ પર "અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કાફે(Arabica Premium Egoist Cafe), વેલ્વેટ" લખેલું છે. ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખાઉ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. સંભવતઃ આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1506થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.