કચ્છ: બિપરજોય વાવાઝોડાની અસર કચ્છમાં સૌથી વધારે જોવા મળી હતી. વાવાઝોડા પહેલા કચ્છના તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી હતી. જે બાદ આજે તેની સમિક્ષા કરવામાં આવી હતી. આ મિટિંગ દરમિયાન ક લેક્ટર અમિત અરોરાએ આ બેઠક દરમિયાન વિગતવાર માહિતી આપીને જણાવ્યું હતું કે,"જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના ઝીરો કેઝ્યુઆલટીના અભિગમને ધ્યાનમાં રાખીને તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી.
લોકોની સુરક્ષા: તેઓએ બિપરજોય વાવાઝોડા પૂર્વે દરિયાકાંઠાના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી, કલસ્ટર વાઈઝ અધિકારીઓની નિમણૂક, શેલ્ટર હોમ્સનું એનજીઓ અને પોલીસ સ્ટેશન સાથે મેપિંગ, કોમ્યુનિકેશન વ્યવસ્થા, ફૂડ પેકેટ વિતરણ વ્યવસ્થા, બાળકો માટે મિલ્ક પાઉડરની વ્યવસ્થા, પાણી વિતરણ, વીજ પુન:સ્થાપનને કેન્દ્રમાં રાખીને મટિરિયલ્સની ઉપલબ્ધતા, ઝાડ ટ્રિમિંગ, વાવાઝોડા પહેલા સર્ગભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર, પશુઓની સુરક્ષા, ધાર્મિક સ્થળોને બંધ રાખીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી વગેરે પ્રાથમિકતાના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી.
વીજ પુરવઠો પુન:સ્થાપિત: કામગીરી અંગે વિસ્તૃત વિગતો રજૂકરાઈપીજીવીસીએલ જોઈન્ટ એમ.ડી પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલા જ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગમચેતીરૂપ તૈયારીઓ, મટિરિયલ્સ સંગ્રહ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં મટિરિયલ્સ મૂવમેન્ટ, બહારના જિલ્લામાંથી રિસ્ટોરેશન ટીમોની તૈનાતી, વાવાઝોડા બાદ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવાની કામગીરી અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
અભિનંદન પાઠવ્યા: ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને હાંસલ કરવા બદલ અધિકારીઓને અભિનંદનપશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ વાવાઝોડા દરમિયાન પોલીસની કામગીરી વિશે વિગતો રજૂ કરી હતી. NIDMના પ્રોફેસર ડૉ. સૂર્યપ્રકાશે સંબંધિત જિલ્લા અધિકારીઓ પાસેથી પણ મહત્વની કામગીરી અને તેમના અનુભવો વિશે પૂછીને જાણકારી મેળવી હતી. સંકલનથી કામગીરી કરીને ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને હાંસલ કરવા બદલ જિલ્લા વહીવટીતંત્રને બિરદાવતા પ્રોફેસર ડૉ. સૂર્યપ્રકાશે સૌ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા: વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાઆ બેઠક દરમિયાન એનડીઆરએફના અધિકારી પ્રસન્ના કુમાર, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, નિવાસ અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.કશ્યપ બૂચ, નગરપાલિકાઓના સર્વ ચીફ ઓફિસર્સ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.