ETV Bharat / state

કચ્છ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન NRI થાપણમાં રૂપિયા 3400 કરોડનો થયો વધારો

કોરોના કાળ વચ્ચે પણ ક્ચ્છ જિલ્લામાં બેંકોની થાપણ( Deposit )માં વધારો થયો છે. કચ્છના કેટલાય લોકો કામ ધંધાર્થે વિદેશમાં સ્થાયી થયા છે. ત્યારે વિદેશથી NRI નાગરિકો દ્વારા કચ્છની બેંકો (Bank)માં થાપણ જમા કરે છે. જેથી કોરોનાકાળમાં પણ કચ્છની બેંકોમાં NRI થાપણ રૂપિયા 3400 કરોડ જેટલી વધી છે.

કચ્છ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન NRI થાપણોમાં રૂપિયા 3400 કરોડનો થયો વધારો

author img

By

Published : Jul 2, 2021, 5:40 PM IST

  • કોરોનાકાળમાં બેંકમાં NRI થાપણ રૂપિયા 3400 કરોડ વધી
  • વિદેશમાં રહેતા કચ્છીઓ બચતની રકમ વતનની બેંકોમાં મુકવાનું વધારે પસંદ કરે છે
  • માર્ચ 2016થી માર્ચ 2021 સુધીની કુલ થાપણની રકમ રૂપિયા 67,600 કરોડ થઈ

કચ્છઃ જિલ્લાના કેટલાય લોકો ધંધા-રોજગાર માટે લાંબા સમયથી વિદેશમાં સ્થાયી થયા છે અને લગ્ન પ્રસંગ, સામાજિક કે ધાર્મિક પ્રસંગો કે તહેવારોના સમયે કચ્છ આવતા હોય છે. વિદેશમાં કમાયેલી રકમ તેઓ સ્વદેશ અને વતનની એટલે કે કચ્છની બેંકોમાં રાખવાનું વધારે પસંદ કરે છે. વર્ષ 2016થી લઇને 2019 એટલે કે, ચાર વર્ષમાં બિનનિવાસી કચ્છીઓ એટલે કે NRIની બેંક થાપણો જે રીતે વધી તેના કરતાં કોરોના કાળમાં વધુ વધી છે. માર્ચ 2016થી માર્ચ 2021 સુધીની કુલ થાપણ( Deposit )ની રકમ રૂપિયા 67,600 કરોડ થઈ છે, જેમાં કોરોના કાળમાં એટલે કે, વર્ષ 2020 અને 2021માં જ ગત વર્ષોની તુલનાએ રૂપિયા 3400 કરોડની થાપણો વધી છે.

કચ્છ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન NRI થાપણોમાં રૂપિયા 3400 કરોડનો થયો વધારો

કોરોના કાળમાં બચતની રકમ અહીંની બેંકોમાં જ જમાં કરાવી

કોરોના મહામારીના કારણે વિદેશોમાં પણ 2020માં લોકડાઉનના પગલે ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ થઈ ગયા હતા. તેમજ વર્ષ 2021માં પણ બીજી લહેરના કારણે પ્રતિબંધો જારી રહ્યા હતા. આ ઉપરાંત ભારતમાં કોરોના( CORONA )નો કહેર સતત વધી રહ્યો હતો, જેના કારણે વિદેશથી કચ્છીઓએ માદરે વતન આવવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચોઃ NRIએ 48 કલાકમાં એક કરોડ એકત્રિત કર્યા, હોસ્પિટલોમાં દાન આપ્યું

દરેક બેંકમાં થાપણનો ગ્રોથ 10 થી 25 ટકા જેટલો વધ્યો

NRIએ businessમાં રોકવા માટે રકમ રાખી હોય શકે અથવા કોરોનાના કારણે ધંધા-રોજગાર બંધ પડતાં તે રકમ બેંકો( Bank )માં બચત માટે પણ મુકી હોય અથવા તો ત્રીજી લહેરરૂપે કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે સારવાર માટે બચત કરી હોય જોકે, ગમે તે કારણ હોય પણ અગાઉના 4 વર્ષના આંકડા પર નજર કરીએ તો કોરોના કાળમાં NRI કચ્છીઓની થાપણો વધી છે અને દરેક બેંકમાં થાપણનો ગ્રોથ 10 થી 25 ટકા જેટલો વધ્યો છે.

જાણો શું કહ્યું બેંકના કન્વીનરે?

રાજકોટ નાગરિક બેંકના કન્વીનર દિલીપ ત્રિવેદીએ જણાવ્યું કે, અમારી બેંકમાં પણ થાપણ( Deposit )નો ગ્રોથ 20 ટકા જેટલો વધ્યો છે. વિદેશમાં વસતા લોકો વતનની બેંકમાં થાપણ રાખવાનું વધારે પસંદ કરે છે, જેથી જિલ્લાની બેંકોમાં થાપણનો દર વધુ છે. આ જ કચ્છીઓની વિશ્વસનીયતાની નિશાની છે.

આ પણ વાંચોઃ આણંદમાં NRIની કરોડોની જમીન પર કબજો કરનારા 2 ભરવાડ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.